ભાવનગર ની બસને ફરી કાળ ભરખી ગયો ! મથુરા જતી બસ નો અકસ્માત થતા 11 લોકો ના કમકમાટીભર્યા મોત થયા…
દિવસેને દિવસે અકસ્માતના બનાવો બની રહ્યા છે, કઇ પળે કાળ ક્યારે આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં થોડા સમય પહેલા જ ઇસ્કોન બ્રિજ પર જે દુ:ખદ ઘટના બની એવી ઘટના ફરી સામે આવી છે.આ દૂ:ખદ ઘટના રાજસ્થાનમાં ગુજરાતીઓ સાથે થઈ છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો ભાવનગરથી મથુરા જતી બસના મુસાફરો રાજસ્થાનના ભરતપુરમાં અચાનક બસની ડીઝલ પાઇપ ફાટી જતા, લોકો બસમાંથી નીચે ઊતર્યા હતા પરંતુ તેમણે કયા ખબર હતી કે કાળ તેમની સામે જ આવી રહ્યો છે. અચાનક જ ફૂલ સ્પીડમાં આવતા ટ્રકે લોકોને કચડી નાખ્યા.
ચાલો આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. આ કરુંણ દાયક ઘટના અંગે જાણી ને તમારું કાળજું કંપી જશે કારણ કે આ બસમાં 57થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માત સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 7 મહિલાઓ અને 5 પુરુષો છે જે તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે.આ દુ:ખદ ઘટના અંગે જાણવા મળ્યું કે, બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી અને ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી.
ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા.અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈઆ ગયા હતા અને અકસ્માત બાદ તાત્કાલિક ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આ અકસ્માતમાં ભાવનગરના 11 લોકોનું કરુણ મોત થતાં ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે અને અકસ્માતમાં ઘાયલ સૌ સાજા થાય તેવી પ્રાર્થના.
આ દૂ:ખદ ઘટનાના પગલે ભાવનગર પંથકમાં પણ ભારે શોક છવાઈ ગયો છે. આ ઘટના બનતા જ ફરી એકવાર ઇસ્કોન બ્રિજની દુર્ઘટનાની યાદોને ફરી તાજી કરી છે. આ ઘટનાને પગલે ગુજરાતમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવના પગેલે દરેક મૃતકોના પરિવારજનોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!