હે રામ!! રાજસ્થાનથી લવાયા ભાવનગર મૃતદેહ, એકજ સાથે 10 ચિંતાઓ ઉઠતા સૌ કોઈ હિબકે ચડ્યું.. આ દ્રશ્યો કમજોર દિલના ન જુએ
રાજસ્થાનમાં બનેલ બસ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ બસમાં 57થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માત સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 7 મહિલાઓ અને 5 પુરુષો છે. જે તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે.આ દુ:ખદ ઘટના અંગે જાણવા મળ્યું કે, બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી અને ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી.
ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા.અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈઆ ગયા હતા અને અકસ્માત બાદ તાત્કાલિક ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.
આ દૂ:ખદ ઘટનાના પગલે ભાવનગર પંથકમાં પણ ભારે શોક છવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ યાત્રાળુઓ દિહોર ગામથીચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. દુઃખદ ઘટના બનતાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 મૃતક તો એક જ ગામના છે.
આજે તમામ મૃતદેહોને વતનમાં લાવવામાં આવ્યા હતા, જ્યા અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ પાઠવવા હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા છે. અનેક પરિવારોએ માતા- પિતાની છત્રછાયા ગુમાવી છે.પરિવારજનોન હૈયું હચમચાવી દેતું આક્રંદ જોવા મળ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. હાલ તો દિહોર ગામમાં શોકનો માહલો છવાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.