ગુજરાત સરકારે એવુ કામ કર્યું કે હવે ચારેય તરફ થઇ રહ્યા છે વખાણ!! ખુદ મુખ્યમંત્રી શ્રીએ શહીદ મહિપાલસિંહના પરિવારને અર્પણ કર્યો આટલા કરોડનો ચેક..
આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલસિંહ વાળા આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને આ કારણે તેમના પરિવારજનોમાં ભારે આઘાત લાગ્યો છે અને સૌથી દુઃખદ વાત એ છે કે, તેમના બાળકનો ચહેરો પણ તેઓ જોઈ ન શક્યા. ખરેખર આ ખુબ જ કરુણ દાયક પ્રંસગ છે. મહિપાલસિંહ શહીદ થતા હાલમાં જ ગુજરાત રાજ્ય સરકાર તેમની વ્હારે આવ્યું.
હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વીર શહીદ મહિપાલસિંહ વાળાના નિવાસની મુલાકાત લીધી હતી. આપણે જાણીએ છે કે, હાલમાં જ મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ થયેલો, ત્યારે હાલમાં જ મુખ્યમંત્રીશ્રીએ નિવાસસ્થાને જઈને આ ચેક તેમના પરિજનોને આપ્યો હતો તેમજ પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈએ પટેલે એક મહિનાની દીકરીને રમાડીને વહાલ કર્યું હતું.
મુખ્યમંત્રી ગુજરાત રાહત ફંડમાંથી રૂપિયા એક કરોડ શહીદ વીરનાં પત્નીને સહાય પેટે આપવામાં આવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, મહિપાલસિંહના ના બાળક પચ્ચીસ વર્ષના થાય અને શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને રૂ. ૫૦૦૦ની સહાય ચૂકવાશે તથા શહીદ વીરનાં પત્ની અને માતા, બન્નેને દર મહિને રૂપિયા ૫૦૦૦-૫૦૦૦ની માસિક સહાય ચૂકવવામાં આવશે.
સામાન્ય રીતે સેનામાં દરેક જવાન 19 વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થતા હોય છે, વીર મહિપાલસિંહ સાત વર્ષની ફરજ બાદ શહીદ થયા છે ત્યારે તેમના પરિવારજનોને આગામી ૧૨ વર્ષ સુધી તેમના પગાર-ભથ્થા અને ઇજાફા સહિતના તમામ લાભ કેન્દ્ર સરકાર તથા સૈન્ય દ્વારા અપાશે.
તેમજ શહીદ વીર મહિપાલસિંહના પરિજનોને કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૩૫ લાખ, જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી રૂ. ૨૫ લાખ, ડીએસપી એકાઉન્ટ હોલ્ડર તરીકે એસબીઆઈ તરફથી ઇન્શ્યોરન્સના રૂ. ૫૦ લાખ, એજીઆઈ ઇન્શ્યોરન્સ કવરના રૂ. ૪૦ લાખ, વિશેષ ફેમિલી પેન્શન હેઠળ દર મહિને રૂ. ૪૦ હજાર, આર્મ્સ્ડ ફોર્સીસ બેટલ કેઝ્યુઅલ્ટિ વેલફેર ફંડમાંથી રૂ. આઠ લાખ તથા અન્ય સહાય મળીને અંદાજે રૂ. બે કરોડ ૭૫ લાખની સહાય પ્રાપ્ત થશે.