ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો તમને ખબર જ હશે કે ગયા માસમાં મેઘરાજાએ વિરામ લીધો હતો તેવું લાગી રહ્યું હતું પરંતુ સપ્ટેમ્બર માસ બેઠતા જ ધીરે ધીરે કરતા ફરી એક વખત મેઘરાજા મંડાયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યની અંદર વરસાદનો જોર વધતો જ જઈ રહ્યો છે, એવામાં હવામાના વિભાગ દ્વારા અનેક મોટી મોટી આગાહી કરવામાં અવી રહી છે. હાલના સમયમાં તો અમદાવાદ, દાહોદ, ભરૂચ તથા બીજા અનેક જિલ્લાઓમાં મેઘરાજા ફરી એક વખત મંડી પડ્યા છે.
એવામાં ગુજરાતના હવામાન વિભાગે ફરી એક વખત મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આવનાર 24 કલાક ગુજરાત રાજ્યમાં ખુબ ભારે રહી શકે છે, ગુજરાત હવામાન વિભાગે હાલ ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી દીધી છે જેને લઈને આ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત મેઘો મહેરબાન થતા હાલ અનેક નદીઓ ગાંડીતુર થાયને બે કાંઠે વહેવા લાગી છે.
રાજ્યના આ આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, આંણદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે, જયારે કચ્છ, પાટણ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા, સુરત, ભરૂચ, તથા છોટા ઉદેપુરમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ થયું હોવાનું સામે આવ્યું છે જેને પગલે સામાન્ય લોકોને અનેક હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જયારે અનેક ગામોમાં ગોઠણ સુધીના પાણી ભરાય જતા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, એવામાં ગુજરાત હવામાન વિભાગે ત્યાં ફરી એક વખત આવનારી 24 કલાકને લઈને વરસાદની મોટી આગાહી કરી દીધી છે.