હે રામ !! જિમમાં ટ્રેડમિલ પર ચાલતા ચાલતા જ 19 વર્ષીય યુવક ઢળી પડ્યો,જોયું તો મૃત્યુ…ઘટના થઇ સીસીટીવીમાં કેદ…જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અનેક એવી હાર્ટઅટેકની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો લાગી જતો હોય છે અમુક વખત જિમ કરતા કરતા તો અમુક વખત લગ્નમાં ડાંસ કરતા કર અનેક લોકોને હાર્ટઅટેક આવતો હોય તેવી ઘટનાઓ હાલ સામે આવતી જ રહે છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ ઘટના વિશે જણાવાના છીએ જે ગાઝિયાબાદ માંથી સામે આવી છે જેમાં 19 વર્ષીય યુવકનું હાર્ટઅટેકથી મૃત્યુ થયું હતું.
તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદશના ગાજિયાબાદ માંથી આ દંગ કરી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવી છે જેમાં શનિવારના રોજ સવારે 11:55 વાગે 19 વર્ષીય યુવક જયારે જીમની ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો ત્યારે ચાલતા ચાલતા જ અચાનક નીચે પડી જાય છે જે બાદ ત્યાં ઉપસ્થિત લોકો તેની તબિયત ચેક કરે છે અને તેને ઉઠાવાની પ્રયત્ન કરે છે પરંતુ યુવક ઉભો નથી થતો,ઘટના સ્થળ પર જ યુવકનું કરુણ રીતે મૃત્યુ થઇ જાય છે.
ખરેખર આ ઘટનાએ દરેક લોકોને ડરમાં મુક્યા છે કારણ કે ફક્ત 19 વર્ષીય યુવકને હાર્ટઅટેક આવતા ખુબ નવાઈની વાત કહેવાય કારણ કે પેહલા એક સમય હતો જયારે મોટા મોટા ઉંમરના લોકોને આવી બીમારીને લીધે મૃત્યુ થતું હોય છે પરંતુ હાલના સમયમાં નાના નાના ઉંમરના લોકોને પણ હાર્ટઅટેક આવવાથી મૃત્યુ થતા હાલ સૌ કોઈના મનમાં ડરનો માહોલ છવાય ગયો છે કારણ કે વર્તમાન સમયની અંદર દાડે દિવસે આવી ઘટનાઓ ધીરે ધીરે વધતી જ જઈ રહી છે.
મૃતકનું નામ સીદાર્થ કુમાર સિંહ હોવાનું સામે આવ્યું છે, સિદ્ધાર્થને હોસ્પિટલ ખાતે ખસેડતા ત્યાંના તબીબોએ સિદ્ધાર્થને હાર્ટઅટેક આવી હોવાની વાત જણાવી હતી, હાલ સિદ્ધાર્થના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું કારણ કે પોતાના ઘરના લાડકા કુમળી વયના દીકરાનું આવી રીતે નિધન થતા દરેકની આંખોમાંથી આંસુ શ્રી પડ્યા હતા.
गाजियाबाद के सरस्वती विहार खोड़ा कॉलोनी में एक 19 वर्षीय युवक को जिम में ट्रेडमिल पर दौड़ते समय हार्ट अटैक आ गया, जिससे उसकी असमय मृत्यु हो गई। घटना जिम में लगे CCTV में कैद हो गई। इतनी कम उम्र में हार्ट अटैक आना आश्चर्यजनक है। pic.twitter.com/5hJRTi78Hw
— Shivam Gaur (@ShivamG27190108) September 16, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.