ગુજરાતમાં વરસાદને લઈને અશોકભાઈ પટેલે કરી મોટી આગાહી ! આ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં મેઘો ધડબડાટી બોલાવશે…
મિત્રો તમને ખબર જ હશે કે ઓગસ્ટ માસની અંદર મેઘરાજાએ ખુબ મોટો વિરામ લીધો હતો જેને લીધે ખેડૂતો તથા સામાન્ય લોકોને મુશ્કેલી પડી હતી ખેડૂતોને પાણીની અછત થઇ હતી જયારે સામાન્ય લોકોને ગરમીના મારને સહન કરવાનો વારો આવ્યો હતો એવામાં સપ્ટેમ્બર માસ બેસતા હાલ હવામાન વિભાગ દ્વારા તથા હવામાન નિષ્ણાતો દ્વારા પણ વરસાદને લઈને અનેક આગાહી કરી દેવામાં આવી છે, તમે હાલ રાજ્યનું વાતાવરણ જોતા જ હશો કે ફરી એક વખત મેઘરાજા ગુજરાત રાજ્યમાં પધાર્યા છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે જયારે અમુક રાજ્યોમાં મધ્યમથી હળવા પ્રકારનો વરસાદ આવી રહ્યો છે જેને લીધે ખેડૂતો ખુશખુશાલ થયા છે,એવામાં વરસસાદને લઈને અંબાલાલ પટેલે તો આવનારા દિવસો માટે આગાહી કરી જ દીધી હતી જયારે હવે હવામાન નિષ્ણાત એવા અશોકભાઈ પટેલે પણ ગુજરાતમાં આવનારા દિવસોને લઈને વરસાદની આગાહી કરી દીધી છે.
અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારી 23 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ છે, કારણ કે બંગાળની ખાડીની અંદર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ ઓડિશા છત્તીસગઢ થઈને મધ્યપ્રદેશ પોહચ્યું છે એવામાં આવનારા દિવસોને લઈને દરેક પરિબળો સકારાત્મક હોવાને લીધે ગુજરાત રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થવાના છે એવી અશોકભાઈ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું.
તમને ખબર જ હશે કે ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ ગુજરાત રાજ્યની અંદર કરતા હાલ નદીઓમાં ફરી પાણીનો સારો એવો પુરવઠો જામ્યો છે, વરસાદ થવાને લીધે નર્મદા ડેમની અંદર પાણીની અઢળક પ્રમાણમાં આવક થઇ છે જેના લીધે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ ડેમ ઓવરફ્લો થતા નવા નીરની પૂજા અર્ચના કરીને આવકાર કર્યો હતો.