વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી કરી દીધી, કહ્યું કે આગામી 3 દિવસમાં અતિ ભારે…
આપણે જાણીએ છે કે, હાલમાં ચારો તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને ખાસ આગાહી કરી છે, તેમણે જણાવ્યું છે કે આગામી 3 દિવસ વરસાદ વરસશે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યારે અને ક્યાં વિસ્તારમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી સમયમાં અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે.
વરસાદ આવવાથી ખેડૂતમાં ખુશીનો માહોલ છવાશે કારણ કે હાલમાં સૌ કોઈ વરસાદની ખાસ આગાહીની રાહ જોઈ રહ્યા છે, હાલમાં તો પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ખરેખર વરસાદ આ વર્ષે ભારે ખેંચાઈ ગયો જેથી પાકને સિંચાઇ ની જરૂર પડે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે કયારે વરસાદ આવે છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!