જ્યોતિરાદીત્ય સિંધિયા નો ૪૦૦ રૂમ વાળો મહેલ જુવો અમુલ્ય રત્નોથી શણગારેલ મહેલના ફોટા જોવો
મિત્રો આપડે નાનપણ થીજ અનેક રાજાઓ અને મહારાજાઓ વિશે સંભાળતા આવિયા છીએ. તેમના મહેલો તેમની રહેનિકરણી વગેરે બાબત જાણવા માટે આપડે ઉત્સુક હોઇએ છીએ. વળી ભારત માં તો અલગ-અલગ અનેક રાજા અને રાજ્ઘરાના ઓ હુકુમત કરી ગયા આવા રાજા મહારાજા ઓ ને લાગતી અનેક વસ્તુઓ આજે પણ આપણને જોવા મળે
ઉપરાંત તેમના વંશજો પણ હાલના સમય માં છે. વળી તેમના જીવન અને તેમની રહેનિકરણિ વગેરે વિશે જાણવા આપડે ઘણા ઉત્સુક હોઈએ છીએ. આપડે અહીં એક એવાજ રાજઘરના વિશે વાત કરવાના છીએ. અને તેમના અતિસુંદર મહેલની વાત કરવાની છે.
આપડે અહીં સિંધીયા રાજ્પરિવાર વિશે અને તેમના આલિસાન મહેલ વિશે વાત કરવા જઈ રહિયા છે જ્યોતિરાદિત્ય સિંધીયા આ નામથી લગભગ બધા વકેફ્જ હશે તેઓ ગ્વાલિયર ના સિંધીયા રાજ્પરિવાર માંથી આવે છે આપડે તેઓ જ્યાં રહેછે એટલેકે તેમના સુંદર મહેલ વિજય પેલેસ વિશે વાત કરવાના છીએ.
મિત્રો આ પેલેસ 1874 માં જયાજીરાવ સિંધીયા એ બનાવડાવિઓ હતો. આ મહેલ 40 એકડ જમીન માં ફેલાયેલ છે. આ મહેલની અંદર જીવાજી રાવ સિંધીયા નું મ્યુઝિયમ પણ છે જ્યાં આ પરિવાર ને લગતી તમામ માહિતી અને વસ્તુઓ છે આ મ્યુઝિયમ ને 1964 થી જાહેર જનતા માટે ખોલવામા આવિયું હતું.
જો વાત કરીએ મહેલની તો તેને સર માઈકલ ફિલોસે બનાવ્યુ હતું. જેની 1874 માં કિંમત 200 મિલીયન ડોલર હતી. અહીંની વાસ્તુ કલા બેજોડ છે. મહેલ નાં નિર્માણ અર્થે વિદેશી કારીગરો બોલવાયા હતા.
આ મહેલને ઈટાલિયન-ડોરીક અને કારિન્થિયન સ્ટાઇલમાં બનાવવામાં આવ્યુ હતું અહીંનો પહેલો માળ ટસ્કન સ્ટાઇલથિ બનાવાયો છે. અહીં 400 જેટલા રુમો છે તેમાં પણ જ્યોતિરાદિત્ય સિંધીયા ના રૂમ ને સોના ચાંદી ના રત્નોથી શણગારેલ છે.
અહીં દરબાર હોલ માં 3500 કિલોનુ ખૂબજ ભવ્ય અને વિશાળ જુમ્મર લગાવેલ છે જેને છત પર લગાવ્વા માટે લગભગ 10 હાથિઓ ની જરૂર પડી હતી તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ જુમ્મર લગાવવા ની કામ સાત દિવસ ચાલ્યુ હતું જો વાત ડાઇનિગ હોલની કરીએ તો તે ખૂબ મોટો છે અહીં ઘણું મોટું ડાઇનિગ ટેબલ છે તેના પર ચાંદી ની ટ્રેન છે જે જમવાનું પીરસવામાં મદદ કરે છે.