નવરાત્રી બાદ ઉર્વશી એ માર્યો વધુ એક બફાટ, તરણેતરના મેળા વિશે કહી દીધું આવું જાણો વિગતે
નવરાત્રીના નિવેદન બાદ ઉર્વશી ફરી એકવાર વિવાદના વંટોળથી ઘેરાઈ ગઈ છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે તરણેતરના મેળાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્પ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગુજરાતી ગાયિકા ઉર્વશી સોલંકી નવરાત્રી મહોત્સવમા કરેલ બફાટના લીધે ચર્ચામાં આવી છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક કલાકારો ક્યારેક ન બોલવાનું બોલી જતા હોય છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નડિયાદમાં ઉર્વશી એ કહ્યું હતું કે, ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ. આ પછી ઉર્વશીએ યુવાનોને મોટેથી પૂછ્યું કે ઉર્વશી “રાઈટને? આમાંથી કેટલા જણાએ આ 4 દિવસમાં આવું કર્યું?”
આ નિવેદન બાદ જોકે ભીડમાંથી તેને જોઈતો જવાબ ન મળ્યો. તે બોલી કે 9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. એવા બોઉ બધા હશે જેનું નવમાં દિવસે સેટિંગ નહીં થાય તે આવતી નવરાત્રીનું રાહ જોતા હશે. આ નિવેદન બાદ ઉર્વશીએ કહ્યું કે, મારા શબ્દો આડકતરી રીતે દેખાડાવામાં આવ્યા છે.
હું પણ મા દુર્ગાની ભક્ત છું અને મારા શબ્દોમાં વેલેન્ટાઈનની નિંદા કરી છેઃ. મે કહ્યુ હતુ નવ દિવસ રમ્યા તો ગરબા જ રમ્યા એમાં શુ ખરાબ બાબત છે ? નવરાત્રીમાં સમાજના બધા લોકો એકઠા થતા હોય છે. માતા-પિતા છોકરીઓને કહેતા હોય છે કે કોઈ સારો છોકરો મળે તો કે જે, સેટિંગ શબ્દ કહેવામાં મારો ભાવ ક્લિઅર હતો. માં દુર્ગાની સાક્ષીએ પવિત્ર બંધનમાં બંધાવ તો ખોટુ શુ ? આ વાત મેં સ્ટેજ પરથી રમુજી રીતે કરી.
આ નિવેદન બાદ ર્વશીએ પોતાને માં દુર્ગાની ભક્ત કહ્યું કે, તરણેતરનો મેળો એ તરણેતરનો મેળો નહિ પરંતુ પરણેતરનો મેળો છે. આ મેળામાં છોકરો છત્રી લઈને પોતાની જીવનસંગિનીને શોધતો હોય છે. જો એને કોઈ છોકરી પસંદ આવે તો પરિવારની પરમીશનથી એ લોકો મંદિર પાછળ જઈને એકબીજા સાથે જીવનભર રહેવાનું વચન આપે છે. હવે જોવાનું રહ્યું કે આ વિવાદનો વંટોળ ક્યારે અંતે આવૅ છે,