ગીતાબેન રબારી ને જીવન મા બધુ મળ્યુ પણ એક ખોટ હંમેશા રહેશે…
મિત્રો ગુજરાતી ફિલ્મ જગત એ પોતાની આગવી ઓળખ ધરાવે છે ગુજરાતી સિનેમાના જુના કલાકારો એ પોતાના શ્રેષ્ઠ અભિનય દ્વારા ગુજરાતી ફિલ્મ જગતને ભારત જ નહિ પરંતુ સમગ્ર જગત માં નામના અપાવી હતી. વળી વાત કરીએ ગુજરાતી ગીતોની તો તે પણ લોકો વચ્ચે ઘણા લોકપ્રિય છે આવા ગીતોમાં ફિલ્મી ગીતો, ભજનો, લોકગીતો વગેરે નો સમાવેશ થાઈ છે. પરંતુ થોડા સમય થી તેની ચમક જાણે ઓછી થઇ હોય તેવું લાગતું હતું.
પરંતુ હાલના સમય માં ફરી એક વાર ગુજરાતી ફિલ્મ જગત ચમકી ઉઠ્યું છે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સંગીત લોકો વચ્ચે ઘણા લોકપ્રિય બનિયા છે. જે માટે તમામ કલાકારો અને ગુજરાતી સિંગરો નો ઘણો મોટો ફાળો છે. આપડે અહીં એક એવાજ સિંગર વિશે વાત કરવા જઈ રહિયા છીએ કે જેમણે પોતાના અવાજ ના દમ ઉપર ખાલી ગુજરાત કે ભારત નેજ નહિ પરંતું સમગ્ર વિસ્વને ઝુમાવી રહિયા છે. જેમના કારણે ગુજરાતી સંગીતે એક આગવી ઓળખ મેળવી છે.
આપડે અહીં જગવિખ્યાત ગુજરાતી સિંગર ગીતાબેન રબારી વિશે વાટકારવાની છે. આપને જણાવી દઈએ કે ગીતાબેન નો જન્મ 31 ડિસેમ્બર 1996 માં કચ્છ ના તપ્પર ગામમાં થયો હતો હાલ તેઓ પોતાના માતા પિતાના એકલોતા સંતાન છે.
તેમણે ધોરણ 5 થીજ ગાવાનું શરૂ કરીદીધું હતું તેમના સારા અવાજ ને કારણે આસપાસ ના લોકો તેમને ગાવા બોલાવતા જેનાથી શરૂઆત માં થોડો આર્થિક ફાયદો થતો ગીતાબેને 10 ધોરણ શુધી અભ્યાસ કરિયા પછી તેમનું સમગ્ર ધ્યાન ગાવા પર કેન્દ્રિત કરિયું. જોકે તેમણે ગાવા માટે કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી.
તેમના જાણાવીયા અનુસાર માતા પિતા એ તેમને ઘણો ટેકો આપિયો છે. તેઓ ભજન, લોકગીત, સંતવાણી, ડાયર જેવા અનેક લાઈવ પ્રોગ્રામ કરે છે. તમને જણાવી દઈએ કે ગીતાબેનને બે ભાઈઓ પણ હતા જેમનું અકાળે મૃત્યુ થતા તે માતા પિતાના એકલા સંતાન રહી ગયા.
તેમણે એકવાર જણાવ્યુ પણ હતું કે અત્યારે તેમની પાસે બધું છે, પરંતુ તેમની પાસે સગો ભાઈ નથી તેની તેને ઘણી કમી વર્તાઈ છે. જોકે તેમના જાણાવીયા અનુસાર તેમના 24 થી 25 રાખડી ના ભાઈઓ છે જે સગા ભાઈ કરતા પણ વધુ ટેકો આપે છે અને તેમને ઘણોજ પ્રેમ પણ કરે છે છતાં તેમને ઘણીવાર તેમના સગા ભાઈઓ ની કમી લાગે છે.