ખુબજ દુખદ સમાચાર ! ચાર જવાન શહીદ, ભગવાન તેના આત્મા ને શાંતિ આપે…
મિત્રો આપડે અવાર-નવાર કાશમીર માં આતંકી ઘટનાઓ વિશે જોતા હોઈએ છીએ જેમાં આપડા ઘણા જવાનો પણ શહીદ થઇ જાય છે. પોતાના દેશ અને નાગરિકોની રક્ષા અર્થે પોતાના જીવ ને જોખમ માં નાખનાર આવા વીર સપૂતોને સલામ છે. મળતી માહિતી મુજબ ફરી એક વાર કાશમીર માં આવો હુમલો થયો છે જેમાં આપડા દેશના પાંચ વીર જવાનો શહીદ થયા છે.
કાશમીર માં આતંકી હુમલામાં પાછલા અઠવાડિયા માં જયારે પાંચ નાગરિકો મૃત્યુ પામીયા હતા ત્યારે ફરી સોમવારે થયેલ હુમલામાં એક સેના અધિકારી અને ચાર જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ પીર પંજાલ રેંજ માં આવા આતંકી વિરુદ્ધ અભિયાન શરૂ હતું તે સમયે આતંકીઓએ સેના પર ગોળીબારી શરૂ કરી જેનો જવાબ આપતા સેનાએ પણ તેમના પર ગોળીઓ વરસાવી.
આ ગોળીબારી માં એક જુનિયર કમીશડ ઓફિસર, જેસીઓ અને ચાર જવાન શાહિદ થયા. જયારે 3 થી 4 જવાન ઘાયલ પણ થયા જેમને ઈલાજ માટે સેનાના દવાખાને મોકલવામાં આવિયા. મોડી સાંજ સુધી આ અભિયાન શરૂ જ હતું ત્યારે સેનાની બીજી ટિમ પણ ત્યાં પહોંચી.સેનાના અધિકારીઓએ જણાવ્યુ કે તેમના આ વિસ્તાર માં મોટી સંખિયા માં હથિયાર સાથે આતંકી ઓ હોવા અંગેની જાણકારી મળી હતી ત્યાર બાદ તેમણે આ અભિયાન શરૂ કરિયું હતું.
સેનાએ જણાવ્યુ કે તેમને મળેલ માહિતી મુજબ પુંછ ના સુરનકોટ ના વિસ્તાર ના ડેરા પાસે આવેલ ગામોની તાપસ અભિયાન ચાલુ હતું તે સમયે તેમના પાર ગોળીબારી શરૂ થઈ. આ બાજુ કાશમીર ના બાંદિપોરા માં સેનાએ એક આતંકીને મારીયો છે. આ આતંકી ની ઓળખ ઇમ્તિયાજ અહમદ ડાર કેજે લશ્કર એ તૈયબા સાથે જોડાયેલ છે તેવું સામે આવ્યુ છે. જમ્મુ કાશમીર ના અનંતનાગ માં સેના અને આતંકીઓ વચ્ચે થયેલ ગોળીબારી માં એક આતંકી ની મોત થઇ છે જયારે એક પોલીસ કર્મી ને ઇજા પહોંચી છે. સેનાને અહીંયા બે આતંકીઓ સંતાયા હોવાની જાણ થતા તેઓ તેની તલાસ માં હતા