તારાપુર રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઊતરવા જતા એક વૃધ્ધ નુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું
મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કામ ઉતાવળે કરવાથી તે કામમાં હંમેશા કોઈ ને કોઈ બાધા આવેજ છે કામ વહેલું થાઈ તેવી ખોટી ઉતાવળ ઘણીવાર જે તે વ્યક્તિ માટે ઘણા જ મોટા અને ખરાબ પરિણામો આપી શકે છે.
મિત્રો માટેજ કહેવત છે કે જલ્દી કા કામ સેતાન કા વ્યક્તિ દ્વારા કરાયેલ ઉતાવળાં કામને કારણે તેને કેટલું નુકસાન જાઈ તે સવાલ થાઈ પરંતુ જો ઉતાવળ ને કારણે માણસે પોતાનો જીવ ગુમાવ્વો પડે તો?
આપડે અહીં એક એવાજ કિસ્સા વિશે વાત કરવાની છે કે જ્યાં એક વ્યક્તિ કે જેણે ઉતાવળ માં ટ્રેન માથી ઉતરતા સમયે નીચે પડી જતા પોતાનો જીવ ગુમવ્વો પડ્યો છે ચાલો સમગ્ર માહિતી વિસ્તારથી સમજીએ.
આ વાત પેટલાદના ટાવર પાસે રહેતા બાબુભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા (ઉ.વ.65) ની છે કે જેઓ સવારે 8:30 કલાકે સરકારી દવાખાને દવા લેવા આવ્યાં હતાં. તેઓ આણંદથી ખંભાત જતી ટ્રેનમાં મુસાફરી કરી રહિયા હતા.
તેજ સમયે તારાપુર રેલવે સ્ટેશન આવી જાતા પ્લેટફોર્મ પર ઉતરતી વખતે આકસ્મિક રીતે નીચે પાટા પર પડી જતા ટ્રેન નીચે આવી ગયાં હતાં. જેને કારણે તેઓ કમરના ભાગેથી કપાઈ ગયાં હતાં અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
બનાવ બાદ આસ પાસ ના લોકોએ પોલીસ ને જાણ કરી. બનાવ ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બોડી ને કબજામાં લીધી ત્યાર બાદ બાબુભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા ના પરીવારના લોકો ને અકસ્માત ની જાણ કરી.