GujaratReligious

પાવાગઢ મા મંદિર ના પરિસર મા જોવા મળ્યો અદ્ભુત નજારો! જોવો શુ થયુ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ માતાના પૂજાના મહત્વના દિવસો ચાલી રહ્યોછે એટલે કે નવરાત્રી ચાલી રહી છે આપડે સૌ જાણીએ છીએ કે નવરાત્રી માતા ના ભક્તો માટે ઘણીજ મહત્વની ગણાય છે. આમતો માતાજીની પૂજા માટે કોઈ સમય ના હોઈ પરંતુ માન્યતા અનુસાર નવરાત્રી માં માતાજી પોતે તેમના ભક્તો ને આશીર્વાદ દેવા આવે છે. જોકે માતાજી ના આશીર્વાદ હંમેશા તેમના સંતાનો ઉપર રહેજ છે.

આપણને ખબરજ છે નવરાત્રી ના દિવસોમાં માતાજીના ભક્તો અનેક રીતે માતાજીને પ્રસન્ન કરવા માટે જપ અને તપ કરે છે. વળી અમુક માતાજી ના ભક્તો આ દિવસો દરમિયાન ગરબા ગાઈ અને રાસ રમી માતાજીને પ્રસન્ન કરવાના પ્રયતન કરે છે. લોકો માંને છેકે નવરાત્રી દરમિયાન માતાજી પોતે પણ પોતાના ભક્તો સાથે ગરબે રમવા આવે છે. ઘણા સમયથી કોરોના ને કારણે આવા ગરબા નું આયોજન બંધ હતું.

કોરોના માં ઘણા મંદિરો કે જ્યાં ભક્તોની મોટી ભીડ લાગે છે તેને લોકોની સુરક્ષા ના કારણે થોડા સમય માટે ભક્તોના દર્શન અર્થે બંધ રાખવામાં આવિયા હતા. પરંતુ હાલ કોરોના હળવો પડતા આ તમામ મંદિરો ફરીવાર ભકતો ના દર્શન માટે ખુલ્લા મુકાયા છે. નવરાત્રી હોઈ અને લોકો કાળકામાં ના દર્શન નો કરે તે શક્ય નથી તેથી ભક્તો ની આસ્થા ને ધ્યાન માં રાખી પાવાગઢ મંદિર ના સંચાલકોએ ભક્તો માટે મંદિર માં દર્શન કરવાની વ્યસ્થા કરી છે.

જોકે કોરોનાના કારણે હાલ પાવાગઢ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ જાહેર જનતાને માતાજીના દર્શન થાઈ તે માટેની વ્યસ્થા કરવામાં આવી છે. ત્યારે ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ માંથી અનેક લોકો માતા ના દર્શન માટે પાવાગઢ આવે છે. ત્યારે અહીં લોકોની નજરે એક ખુબજ આશ્ચરીય થાઈ તેવો બનાવ સામે આવીયો છે.

અહીંના મંદિર પરિસર માં એક મહિલા પોતાની જીભ પર તલવાર ફેરવતી હતી અને હાથ માં તલવાર લઇ ને ધુણતી પણ હતી. લોકો ના જાણાવીયા પ્રમાણે તે મહિલા માધ્ય પ્રદેશ થી માતાજી ના દર્શન માટે આવી છે. અને મંદિર પરિસરમાં પગ મુકતાજ તેનામાં માતાજી આવિયા જેને કારણે તે આ પ્રકારે વર્તન કરતા હતા. લોકો એ જણાવ્યુ કે તેઓએ બધાને સુખી રહેવાના આશીર્વાદ પણ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *