Gujarat

શું વાત છે રાજકોટના આ બે ભાઈઓએ બનાવ્યું એવું ટ્રેકટર કે રોજ નો ખર્ચ માત્ર 10 રૂપિયા અને એક દિવસમાં…જાણો ખાસિયતો

Spread the love

વાત કરીએ તો આજના અમય માઁ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ખુબજ વધી ગયા છે તેવાંમાં હવે ઇલેલ્ટ્રીક બાઈક, કાર ના નવા નવા આવિષ્કારો પણ જોવા માળી રહયા છે. તમને જણાવીએ તો ભારતમાં સર્જનાત્મકતાનો અજોડ નમૂનો હંમેશા જોવા મળે છે. કેટલીકવાર એવી ઘટનાઓ બને છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. તે જ સમયે, કેટલીક એવી વસ્તુઓ પણ જોવા મળે છે. આને આવા આધુનિક યુગમાઁ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે

માલ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ટ્રેડશોમાં રાજકોટના બે ભાઈઓએ ખેડૂતોને ટ્રૅક્ટરનો ખર્ચ રોજનો માત્ર ૧૦ રૂપિયા થાય એવું ઇલે​ક્ટ્રિક ટ્રૅક્ટર બનાવ્યું છે. ખેડૂતોને ખેતી કરવા માટે સરળ અને ઝડપી બનાવે તેવી શોધ છે. આમ ટ્રેકટર બનાવનાર રાજકોટના બે ભાઈ દીપ પટેલ અને ધ્રુવિન પટેલે જણાવ્યું કે “અમે છેલ્લાં ૪૦ વર્ષથી મેટોડામાં ટ્રૅક્ટરના લાઇનર બનાવીએ છીએ. અમને વિચાર આવ્યો કે ફ્યુચર હવે ઇલેક્ટ્રિક વેહિકલનું છે તો આ ક્ષેત્રમાં આપણે ઇલે​ક્ટ્રિક ટ્રૅક્ટર કેમ ન બનાવી શકીએ? એટલે પહેલાં નાનું ટ્રૅક્ટર બનાવ્યું અને એને ખેતરમાં ટેસ્ટ કર્યું.”

આમ જ્યારે એ ટ્રૅક્ટરના રિવ્યુ સારા આવ્યા એટલે બીજું મોટું ટ્રૅક્ટર બનાવ્યું છે. તો વળી આ ઇલેક્ટ્રિક ટ્રેકટરની ખાસિયતો વિશે વાત કરીએ તો ટ્રૅક્ટરની બૅટરી એકવાર ચાર્જ કરો તો આઠ કલાક ચાલે છે. નાનું ટ્રૅક્ટર ૨૦ એચપીનું છે અને મોટું ૪૫ એચપીનું છે. નાનું ટ્રૅક્ટર ખેતરમાં આખો દિવસ માત્ર ૧૦ રૂપિયામાં ફેરવી શકો છો અને મોટું ટ્રૅક્ટર ૨૦ રૂપિયાના ખર્ચમાં ફેરવી શકો છો.

તો વળી આ ટ્રૅક્ટરનો મોટો ફાયદો આ છે કે એને ચલાવવાનો ખર્ચ ઓછો છે. ફ્યુઅલ નથી એટલે સસ્તું પડે છે તેમજ આ ટ્રેકટર ઇલેક્ટ્રિક હોવાના લીધે આવાજ પણ કરતું. આમ આ સાથે બીજી ખાસ વાત એ છે કે ગામડાંઓમાં વીજળી જતી રહે તો આ ટ્રૅક્ટરની મદદથી ખેતરમાં સિંચાઈનો પમ્પ, ઘરમાં ૧૦ ટ્યુબલાઇટ, ચાર પંખા, ટીવી, ઘરઘંટી સહિતની વસ્તુઓ ચલાવી શકાય છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *