Gujarat

ઉત્તરાયણ ને લઇન અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, જાણો પવનની ગતિ કેવી હશે, પતંગ રસિકો ખાસ વાંચે

Spread the love
ઉત્તરાયણ એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર ભારતીય સૌર કેલેન્ડર મુજબ મકર સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણનો દિવસ એવો દિવસ છે જ્યારે સૂર્ય ધ્રુવવૃત્તથી ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. આ દિવસથી ઉત્તર ગોળાર્ધમાં દિવસો લાંબા અને રાત્રિઓ ટૂંકી થવા લાગે છે.ઉત્તરાયણનું મહત્વ ધાર્મિક અને સાંસ્કૃતિક બંને છે. ધાર્મિક રીતે, ઉત્તરાયણ એક શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો સ્નાન, દાન અને પૂજા-પાઠ કરે છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને પતંગ ચગાવવાનાર લોકો માટે આ તહેવાર અતિ પ્રિય છે. ચાલો ત્યારે અમે જણાવીએ કે અંબાલાલ પટેલે ઉતરાયણને લઇને શું આગાહી કરી છે?

ઉત્તરાયણમાં હવા કેવી રહેશે તે પતંગના રસિકો માટે પહેલી મુંઝવણ હોય છે, ત્યારે ચાલો જાણીએ કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે કેવું રહેશે વાતાવરણ, પવનની ઝડપ કેવી રહેશે? વાત જાણે એમ છે કે, હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. 5 અને 6 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

10 થી 13 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે. જો કે, 11 જાન્યુઆરીએ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. રાત્રે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી શકે છે. 14મી જાન્યુઆરી ઉત્તરાયણના પૂર્વ મધ્યરાત્રીએ પવનનુ જોર સાથે સવારે ઠંડી રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર બાદ ધીમો પડશે.

સૌથી ખાસ કે ભારે સ્પીડમાં રાતે પવન ફૂંકાશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે. 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે. આ પવનના કારણે ઠંડક વધુ વર્તાશે.ઠંડી અને પવનની આ ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેતી રાખવી જોઈએ.

ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરવા જોઈએ. બપોર બાદ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર નીકળવું જોઈએ તો ગરમ કપડાં પહેરવા અને ગરમ પીણાં પીવા જોઈએ. પવનના કારણે થતાં આપત્તિઓથી બચવા માટે સાવચેત રહેવું જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *