બોલિવૂડ સ્ટાર કંગના રનૌત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ભક્તિમા થઈ લીન.. જુઓ વિડીઓ જય શ્રી રામના લગાવ્યા નારા
22 જાન્યુઆરી 2023ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ખુશીથી શ્રી રામના નારા લગાવતી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.22 જાન્યુઆરી 2023ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ખુશીથી શ્રી રામના નારા લગાવતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં કંગના રનૌત જોર જોરથી જય શ્રી રામના નારા લગાવતી જોવા મળે છે. ભગવાન રામના આગમનની ઉજવણીમાં કંગના રનૌત ભાગવા શ્રી રામની ભક્તિમાં લિન થઇ ગયી હતી.
આ વીડિયોને શેર કરતી વખતે કંગના રનૌતે લખ્યું કે, ‘રામ આવી ગયા છે..’ આ વીડિયોમાં હેલિકોપ્ટરમાંથી રામ મંદિર પર ફૂલો પડતાં જોવા મળે છે. આ દરમિયાન કંગના રનૌત જોરથી જય શ્રી રામના નારા લગાવી રહી છે. આ વીડિયોમાં રામ મંદિરના ઉદ્ઘાટનની ખુશી કંગનાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
View this post on Instagram
તેમજ તમને જણાવીએ તો રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં કંગના રનૌત ઉપરાંત અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂરથી લઈને વિકી કૌશલ અને કેટરિના કૈફ પણ જોવા મળ્યા હતા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહયા છે. તેમજ પુરા દેશમાં આજે ખુબજ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. તો વળી આ વિડીયોને લોકો પસંદ પણ ખુબજ કરી રહયા છે.