આ કલાકારની કારિગરી જોઈ તમે પણ કરશો વખાણ ! પેન્સિલની અણી ઉપર બનાવી ભગવાન શ્રી રામની અધભૂત મૂર્તિ…જુઓ વિડીયો
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે સમાજના દરેક ખૂણામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વભરના હિન્દુઓ જેની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે આજરોજ અયોધ્યાનગરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તેવામાં હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ.
હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે એક કલાકારની જોરદર કલાકારીનો વિડીયો છે. વિડીયો પરથી મળતી માહિતી પ્રમાણે જયપુરના મહેશનગરના રહેવાસી નવરત્ન પ્રજાપતિએ ખુબજ સુંદર કલાકૃતિ બનાવી છે જેમાં તેઓએ પેન્સિલની અણી ઉપર ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવી છે. જે બનાવવામાં તેમની 5 દિવસનો સમય લાગ્યો હતો.
પેન્સિલની અણી પર બનાવેલ શ્રી રામની ખૂબ જ સુંદર આર્ટવર્કની લંબાઈ 1.3 સેમી છે. ખાસ વાત એ છે કે ભગવાન રામની મૂર્તિ એક હાથમાં ધનુષ અને બીજા હાથમાં તીર સાથે કોતરવામાં આવી છે. આમ હવે આ મૂર્તિને રામ મ્યુઝિયમમાં રાખવા માટે રામ ટ્રસ્ટને ભેટ આપવામાં આવશે. આમ તેઓની આ અધભૂત કલાકારી હાલ પુરા દેશમાં ચર્ચાનો વિષય બની ચુકી છે.
View this post on Instagram
આમ વધુમાં જણાવ્યે તો વર્ષ 2020 માં, નવરત્ને પેન્સિલ ગ્રેફાઇટમાંથી 101 લિંક નેક ચેઇન બનાવી હતી. આની નોંધ ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં કરવામાં આવી હતી. તેમજ તેમનો વિડીયો જે વાઇરલ થઇ રહ્યો છે તે વિડીયોને 1.6 મિલિયન એટલે કે 16 લાખ લોકોએ પસંદ પણ કર્યો છે અને 23 લાખથી પણ વધુ લોકોએ આ વિડીયોને જોયો છે. તો વળી આજના દિવસે ભારતભરના લોકોમાં ખુબજ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.