આ ગુજરાતી યુવતી દેખાડી અનોખી રામ ભક્તિ! થાઇલેન્ડમાં જઈ આકાશમાં લહેરાવ્યું શ્રી રામનું નામ..જુઓ વિડિયો
શ્રી રામ પ્રત્યેની ભક્તિના અતૂટ દર્શન આપણને સૌને થઇ રહ્યા છે, કોઈ અયોધ્યા પગપાળા કે દોડીને તથા સ્કેટિંગ દ્વારા જઈ રહ્યું છે તેમજ અનેક લોકોએ શ્રી રામ માટે અનેક ભેટ પણ અયોધ્યા મોકલાવી છે, ત્યારે ગુજરાતના વડોદરા શહેરની શ્વેતા પરમારે અનોખી રીતે જ પોતાની ભક્તિદર્શાવી છે, ખરેખર શ્રી રામ પ્રત્યેની સૌ કોઈ આસ્થા અતૂટ છે અને આ જ કારણે શ્રી રામ પરમ સુખનું ધામ છે.
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે શ્વેતા પરમારે કઈ રીતે પોતાની ભક્તિ પ્રગટ કરી. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો જોઈને તમારું દિલ પણ બે ઘડી સ્તબ્ધ થઇ જાય કારણ કે ઊંચા આકાશમાં શ્રી રામનું નામ લહેરાવવું એ ખુબ જ કઠિન કાર્ય છે પરંતુ શ્વેતાએ પોતાના જીવની પરવાહ કર્યા વગર જ આ કાર્ય કરી બતાવ્યુ. આકાશમાં રામનામનો ધ્વજ લહેરાવવા માટે મહિલાએ દિવાળીના દિવસોથી પ્લાન બનાવીને એક મહિના જેટલી તાલીમ લીધી હતી. જોકે આ મહિલા સ્કાય ડાઇવર અત્યાર સુધીમાં 297 વખત આકાશી કૂદકો મારી ચૂકી છે.
આ બનાવને દેશભરના લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. આ વિડીયોને લોકોએ ખૂબ જ વધુ લાઈક્સ અને શેર કર્યા છે. લોકો આ યુવતીની ભક્તિ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.આ આઈડિયા શ્વેતાને તેમના માતા એ આપ્યો હતો અને આ જ કારણે તે શ્રી રામ પ્રત્યેની મારી ભક્તિને એક અલગ જ રીતે દર્શાવી શકી. આ કાર્ય માટે મેં ઘણી મહેનત કરી હતી. આખરે મારી મહેનત સફળ થઈ અને હું શ્રી રામના નામને આકાશમાં લહેરાવી શકી.”શ્વેતા પરમારનો આ પ્રયાસ દેશભરના લોકો માટે પ્રેરણારૂપ છે. તેણીએ બતાવ્યું છે કે જો કોઈ વ્યક્તિમાં ભક્તિ હોય તો તે કોઈપણ મુશ્કેલીને પાર કરી શકે છે.
View this post on Instagram