પ્રિયંકા ચોપડા અને નીક જોનસ પાસે છે આટલા કરોડની સંપતી, આ મહેલ જેવા ઘરથી લઈને લક્ઝરી કારના છે માલિક
હાલના સમયમાં કોઈ કારણને લીધે પ્રિયંકા અને નીકએ એકબીજાથી અલગ રહી રહ્યા છે આથી સોશિયલ મીડિયા પર તેઓ ચર્ચાનો વિષય બની ચુક્યા છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૧૮માં નીક સાથે લગ્ન જીવનમાં જોડણી હતી, તેઓના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચન એમ બંને રીવાજો થી લગ્ન કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયમાં પ્રિયંકાએ પોતાના instagram એકાઉન્ટ પરથી પોતાના પતિનું નામ કાઢી નાખ્યું છે.
જેના પછી એવી અફવાઓ ફેલાવા લાગી છે કે તેઓ બને એક બીજાથી અલગ થશે પણ તેના થોડા સમય પછી જ પ્રિયંકાએ તેના પતિ સાથે એક રોમેન્ટિક તસ્વીર રજુ કરી હતી આથી આ અફવાઓ ખોટી સાબિત થઈ હતી. આ કપલએ પોતાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યાં હતા. તેઓના લગ્નના ૧ વર્ષ બાદ તેણે ખુલાસો કર્યો કે તેઓએ રાજસ્થાનના ઉમ્મેદ ભવનમાં ૪ દિવસો માટે પોતાના ૪ મહિનાની કમાણી લગાડી દીધી હતી. અમેરિકાના પોપ સિંગર સાથે લગ્ન કર્યાં બાદ પ્રિયંકા ચોપડાએ ખુબ ચર્ચામાં રહે છે.
જો વાત પ્રિયંકાના ફોલોવર્સની કરવામાં આવે તો તેના ફોલોવર્સની સંખ્યા નીક કરતા ઘણી વધારે છે એટલું જ નહી પ્રિયંકાએ નીક કરતા વધુ કમાણી પણ કરે છે. પ્રિયંકા એક પ્રોફેશનલ પોસ્ટ કરવા માટે ૪૦૩૦૦૦ ડોલર વસુલે છે. જો આ કપલની સંપતીની વાત કરવામાં આવે તો નીક જોનસએ ૨૫ કરોડ ડોલરની સંપતી ધરાવે છે જયારે પ્રિયંકા ચોપડાએ ૨૮ કરોડ ડોલરની સંપતી ધરાવે છે અને હાલમાં જ તેઓ બંનેએ એક ઘર લીધું છે જેની કિંમત લગભગ ૧૪૪ કરોડ કેહવામાં આવી રહી છે.
જો બંનેની સંપતીનો ટોટલ કરવામાં આવે તો લગભગ ૭૨૪ કરોડ રૂપિયાની સંપતી ધરાવે છે. આ જોડીએ ઘણી બધી મોટી કંપનીના બ્રાંડ એમ્બેસેડર પણ છે, એટલું જ નહી આ કપલને લકઝરીયસ કારોનો પણ ખુબ શોખ છે. તેઓની પાસે ઘણી બધી લક્ઝરી ગાડીઓ પણ છે. આ કપલએ પોતાના લગ્ન માટે લગભગ ૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો આથી આ લગ્ન વિશે તમે જાણીજ શકો છો કે કેવા હશે.