ભારતમાં રાજ કરનાર ચેતક બજાજ 37 વર્ષ પહેલા માત્ર આટલા રૂપિયામાં મળતું, જુઓ બુકીંગ સમયનો ભાવ…
હાલમાં સોશિયલ મીડિયા પર બજાજ સ્કૂટરની જાહેરાતનું એક પોસ્ટર વાયરલ થઇ રહ્યું છે, આ જાહેરાતમાં જોઈ શકશો કે વરસો પહેલા આ સ્કૂટર કેટલાનું આવતું હતું. ચાલો અમે આપને જણાવીએ વર્ષ ૧૯૮૭ની વાત કરીએ. આ એક એવો સમય હતો જ્યારે રસ્તાઓ પર સ્કૂટરોનું રાજ હતું. અને આ સ્કૂટરોની દુનિયામાં સૌની પહેલી પસંદ હતી બજાજ ચેતક.
બજાજ ચેતક સ્કૂટરની બુકીંગ ઓપનિંગની જાહેરાતમાં લખ્યું છે કે, ચિંતા વગર, વિદેશી હૂંફામણા યોજનામાંથી મુક્ત થઈને બજાજ ચેતક ભારતીય ચલણ સાથે તમારા ઘરે આવી રહ્યો છે! બુકિંગ ૧ લી થી ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૭ સુધી ખુલ્લી રહેશે. તમારી બુકિંગ ઝડપથી કરો
પોન્ડિચેરી ખાતે બુકિંગ કરવાથી તમને શું લાભ થાય છે? > પોન્ડિચેરીમાં સ્કૂટરની કિંમત અન્ય કોઈપણ સ્થળ કરતાં સસ્તી હશે. હવે અમારી કિંમત, એક્સ-શોરૂમ, પોન્ડિચેરી રૂ. ૧૦,૬૫૨/- (ડિલિવરીના દિવસે જ લાગુ થતી કિંમત જ લાગુ થશે) > અગાઉના ગ્રાહકોને અમે વહેલી ડિલિવરી આપી છે તેવું અનુભવે બતાવ્યું છે. > તમે ગમે ત્યાં હોવ, અમારી તમામ શાખાઓ અને સર્વિસ સ્ટેશનોમાં અમારી શ્રેષ્ઠ બેક-અપ સેવા પર વિશ્વાસ કરો
બુકિંગ એપ્લિકેશન ઉપલબ્ધ છે એમ.ઓ. હસન કુ થોસ મેરિકર (પી) લિ. અતિ ઝડપથી તમારી બુકિંગ કરાવો અને આ વિદેશી હૂંફામણા મુક્ત યોજનાનો લાભ ઉઠાવો!
ખરેખર આ જાહેરાત હાલાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઇ રહી છે કારણ કે, વર્ષ ૧૯૮૭ માં, માત્ર રૂ. ૧૦,૬૫૨ ની કિંમત સાથે લોકો પોતાનું સપનું સાકાર કરતા હતા પરંતુ આજે દસ હજારની કિંમતમાં માત્ર સાઇકલ આવે છે. ખરેખર જૂના ચેતક રસ્તા પર દોડતા જોવા મળે છે. તેઓ એક જમાનાની યાદ અપાવે છે, જ્યારે જીવન સરળ હતું અને ખુશીઓ નાની નાની વસ્તુઓમાં મળતી હતી.