મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીના જન્મદિવસની ન જોયેલી જૂની તસવીરો થઇ વાઇરલ…જુઓ ભવ્ય ઉજવણીની તસવીરો
અંબાણી તેમની ભવ્ય પાર્ટીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવા માટે જાણીતા છે. ઉદ્યોગપતિઓ, ખેલાડીઓથી માંડીને બોલિવૂડના દિગ્ગજ લોકો સુધી, ટિન્સેલ ટાઉનના લોકો તેમની પાર્ટીઓમાં આનંદ મેળવે છે. અંબાણી પરિવારના માતૃશ્રી કોકિલાબેન અંબાણી 90 વર્ષના થયા છે. આ પ્રસંગે તેમની પુત્રીઓ દીપ્તિ અને નીનાએ તેમની માતા માટે ગુલાબી થીમ આધારિત ભવ્ય જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. તેની ઘણી ઝલક ઈન્ટરનેટ પર ફરતી થઈ રહી છે જે જોઈ આશ્ચર્યચકિત થઈ જશો.
અંબાણીના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કોકિલાબેન અંબાણી તેમના જન્મદિવસની ઉજવણી દરમિયાન સોફા પર બેઠેલા જોઈ શકાય છે. તે કેટલાક લોકો સાથે વાત કરી રહયા હતા. અને તેમને આશીર્વાદ આપી રહયા હતા. વાઇરલ તસવીરોમાં તમને કોકિલાબેન ગુલાબી રંગની સાડી પહેરેલા જોવા મળ્યા હતા અને તેના પર ભરતકામ કરવામાં આવેલું હતું. બીજી તરફ, નીતા અંબાણીએ તેની સાસુ સાથે સિક્વિનવાળી ગુલાબી સાડીમાં અને એમેરાલ્ડ જ્વેલરીથી તેનો લુક પૂરો કર્યો હતો.
કોકિલાબેન અંબાણીના 90મા જન્મદિવસની ઉજવણીની અન્ય વિશેષતા એ સ્થળ પર ડિજિટલ ગાર્ડનની સજાવટ હતી. જાહેર કરાયેલી કેટલીક ઝલકમાં, આપણે ઉડતા પક્ષીઓ અને ખીલેલા ફૂલો સાથેનો 3D બગીચો જોઈ શકીએ છીએ. શણગારમાં દેવતાની સુશોભિત મૂર્તિનો પણ સમાવેશ થાય છે, જેણે વોલપેપરની સુંદરતામાં અનેકગણો વધારો કર્યો હતો.
ઘટનાના વીડિયોમાં આપણે એક વિશાળ ટેબલ પર મીઠાઈઓ મુકેલી જોઈ શકીએ છીએ. કેન્ડીથી લઈને ચોકલેટ્સ અને બ્રાઉની સુધી, દરેક વાનગી ગુલાબી રંગની હતી. તદુપરાંત, સી વિન્ડના પ્રવેશ દ્વાર પર એક વિશાળ લક્ષ્મી મૂર્તિ મૂકવામાં આવી હતી અને દેવીએ પણ ગુલાબી સાડી પહેરી હતી. આ દરમિયાન ટીના અંબાણી, તેની બહેન ભાવના અને તેની ભાભી નીલમ શાહ ગુલાબી રંગની સાડીઓમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.