યુવાનો ને ડાયરો સાંભળતા કરી દેનાર દેવાયત ખવડ ગુજરાતના આ નાના એવા ગામના વતની છે ! હવે જીવે છે એવું જીવન કે….જુઓ તસવીરો
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોક સાહિત્યકારો કલાકારો અને સંગીતકારોનો જમાનો ચાલી રહ્યો છે. ખાસ કરીને આજના કલાકારો ડાયરો અને લોક સાહિત્ય નો પ્રોગ્રામ કરીને દેશ અને વિદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત બનતા હોય છે. ખાસ કરીને ડાયરો અને તેમાં પણ મોજ હોય અને જેના શબ્દોની ગુંજ થી આખો ડાયરો માં કેવી રીતે સવાર પડી જાય એવા દેવાયતભાઇખવડ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને કોઇપણ પ્રકારના સ્ટેજ હોય પરંતુ રાણા રાણાની રીતે જ હોય.
મિત્રો આજે આપણે ખવડ સાહેબ ની જીવન માં પ્રાપ્ત કરેલી સફળતા વિશે વાત કરીશું આજે આવી વૈભવી જીવન સુધી પોહચતાં તેઓએ કેવી મહેનત કરી છે.તે વિશે આપણે જાણીશું. દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને લાખો ની સંખ્યામાં તેમનાં ચાહકો પણ બની ગયા છે તેમજ દેવાયત ખવડનું અત્યારનું જીવન ખૂબજ સારું બની ગયું છે અને ત્યારબાદ તેમના પ્રોગ્રામની વાત કરવામાં આવે તો દેવાયત ખવડ હંમેશા વટ,ખુમારી અને દાતારી જેવી વગેરે વાતોના તેઓ સાહિત્યકાર છે. હંમેશા તેઓ ખુમારીની જ વાતો કરતા જોવા મળ્યા છે અને યુવાનોને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા હોય છે અને તેમજ આગળ વાત કરવામાં આવે તો દેવાયત ખવડ આજે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયા છે અને તેમના પ્રોગ્રામો પણ દિવસે દિવસે વધતા જાય છે.
દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેઓએ 1 થી 7 ધોરણ સુધી દુધઈમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દૂધરેજથી 4 કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા પણ તેમણે ભણવામાં બિલકુલ રસ ન હતો. ત્યારબાદ તેમણે ગાવાનું ચાલુ કર્યું હતું અને સૌ પ્રથમ તેઓ ઇશરદાન ગઢવીને ખૂબજ સાંભળતા હતા અને ત્યારબાદ તેઓ આટલા આગળ આવ્યા છે.તેમજ દેવાયત ખવડે તેમના જીવનમાં ઘણી વધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ તેઓએ આજે આવું નામ બનાવી લીધું છે.
તેમની ભૂતપૂર્વ વાત કરીએ તો દેવાયત ખવડના પિતા પહેલા મજૂરી કરતા હતા અને જ્યારે દેવાયત ખવડનું જન્મ થયો હતો ત્યારે તેમની પાસે એક પણ વિઘુ જમીન ન હતી અને તેમના પિતાજી ત્યારે મજૂરી કરીને ઘરનો ખર્ચ કાઢતા હતા અને તેમની પાસે રહેવા માટે મકાન પણ ન હતું. ત્યારે જ દેવાયત ખવડની ફેમિલીએ ખૂબજ મહેનત કરી હતી અને ત્યારબાદ તેઓ આગળ વધ્યા હતા અને દેવાયત ખવડે એવું પણ કીધું છે કે આજે તેઓને આગળ આવ્યા છે તો એ માત્ર તેમના માતા પિતાના આશીર્વાદથી આગળ આવ્યા છે.
અને માતાજીની કૃપાથી આજે તેઓ આટલું સરસ સાહિત્ય બોલી શકે છે અને ગઇ શકે છે દેવાયત ખવડે એવુ પણ કીધું છે કે તેમના માતા પિતા હંમેશા સચ્ચાઈના માર્ગે ચાલ્યા છે અને તેની કારણે જ આજે દેવાયત ખવડ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમજ દેવાયતના પિતાનું નામ હતું દાનભાઈ ખવડ હતું અને તેમના દાદાજીનું નામ સાદુલભાઈ ખવડ હતું ત્યારબાદ તેમના પ્રોગ્રામ વિશે વાત કરવામાં આવે તો તેઓ જ્યાંરે 1 થી 7 ધોરણ દૂધઈમાં ભણતા હતા. ત્યારે કોઈ ફંકશન હોય તો તેમાં પણ તે હાજરી આપતા ન હતા કારણ કે ત્યારે તેમણે એવું થતું હતું કે આટલા બધા વિધાર્થીઓ વચ્ચે તેઓ કેવી રીતે બોલી શકશે અને જેના કારણે તેઓ આવા ફંક્શનમાં રહેતા ન હતા પણ ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ગયા હતા અને સડલા ગામમાં જતા હતા.