કાશમીર ના આ જવાને પોતે જ ગોળી ખાઈ ને કરી હતી આત્મ હત્યા અને પછી જ્યારે….
મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી કાશ્મીર માં આતંકી પ્રવર્તીઓ વેગવંતી બની છે પરંતુ આપણા વીર સેના ના જવાનો આવી આતંકી પ્રવર્તીઓ નો મુંહતોડ જવાબ આપી રહ્યા છે. કાશ્મીર ને ફરી એક વાર આતંક મુક્ત કરવા અને અહીં ફરી શાંતિ સ્થાપિત કરવા માટે આપણા દેશ ના વીર જવાનો અને કાશ્મીર પોલીસ ના સંયુક્ત ઉપક્રમે અનેક આતંક વિરોધી અભ્યાન શરૂ છે જેમાં આવા આતંકીઓ ને ગોતી ગોતી ને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે.
પરંતુ આવા અભ્યાનો માં માતૃભૂમિ અને પોતાના દેશ ના લોકોના જીવનની રક્ષા કરતા કરતા અનેક વીર જવાનો વીરગતિ પણ પામ્યા છે. તેવામાં ફરી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કાશ્મીર ના પુંજ ક્ષેત્રમાં કાર્યરત ધીરજ કુમારે પોતે ગોળી ખાઈ ને આત્મહત્યા કરી હતી. ધીરજ કુમાર મૂળ ઝારખંડ ના પ્રખંડ ક્ષેત્રના દુઅરા ગામના નિવાસી છે તેઓ પિતા રામપ્રસાદ યાદવ અને માતા અંગુરી દેવીના સંતાન છે.
હાલ તેમનું પાર્થિવ શરીર 4 દિવસ પછી મંગળવારે તેમના વતન લાવવામાં આવ્યું છે કે જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના અવસાન અંગે જાણ થતા તેમની માતા રડતા રડતા ઘણી વાર મૂર્છિત પણ થઇ ગયા હતા. જયારે તેમના ઘર પાસે આગલા દિવસથી જ ગામના લોકો અને પરિવાર ના સભ્યો ની ભીડ જામી ગઈ હતી.
ગામના હજારો લોકો સહીત અરદ્વાર પંચાયત ના પ્રમુખ સુદેશ્વર રામ, પૂર્વ જિલ્લા પરિષદ મદન પાસવાન, પૂર્વ પ્રમુખ અભય કુમાર સિંહ, આલોક કુમાર સિંહ, સંસદ પ્રતિનિધિ રણજિત પાસવાન અને શ્રવણ અગ્રવાલ ઉપરાંત ભાજપ ના નેતા રામપ્રવેશ સિંહ સહિત અનેક લોકો હાજર હતા તેઓ તેમના પાર્થિવ શરીર પર પુષ્પઅંજલી આપી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!