ગુજરાત મા આવેલું આ મહાદેવનું મંદીર મીની અમરનાથ તરીકે ઓળખાય છે ! આપોઆપ બને છે શિવલીંગ અને..જુઓ આ તસવીરો
ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે.ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલુંવેલું ટપકેશ્વર મહાદેવનું પોરાણિક મંદિર બન્યું શ્રધાળુઓની આસ્થાનું પ્રતિક.
આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણાં સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે. આ સાથે અનેક પ્રાચીન તેમજ દુર્લભ મંદિરો પણ આવેલા છે. ગિરગઢડા તાલુકાનાં હરમડિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામનાં ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
દર શ્રાવણ માસ દરમિયાન આ દુર્ગમ સ્થળે શિવભક્તો અચૂક દર્શનાર્થે આવે છે. સામાન્યા રીતે જામવાળા અને ગીરગઢડાનો જંગલ વિસ્તાર સિંહો અને અન્ય પશુ પક્ષીઓના અવાજથી ગુંજતો હોય છે. ટપકેશ્વર મહાદેવ મંદિર અન્ય શિવ મંદિર કરતા અલગ તરી આવે છે. કારણ કે ગીર જંગલની વચ્ચે આવેલું આ માનવ સર્જિત મંદિર નથી પરંતુ વિશાળકાય પહાડની અંદર આવેલી કુદરતી ગુફા છે.
પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો શ્રાવણ માસમાં અનેરો લાહવો મેળવીને મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થયા છે.
ચંદ્રાભાગા નદીનાં કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ કંડોળ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસનાં ગુપ્તવાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો.
એમ પણ કહેવાય છે કે, દુષ્કાળનાં વર્ષોમાં પણ ટપકેશ્વર મહાદેવ મંદિરની ગુફામાં પાણી ટપકયાં કરે છે, આ વિસ્તારની અંદર ક્યારેય પાણીની કોઈ કમી જોવા મળતી નથી. પરંતુ ગુફાની બહારનાં ભાગે 50 ફૂટ કૂવો ગાળવા છતાં પાણી નીકળ્યું નહીં.
એવી પણ માન્યતા છે કે, આસ્થા વગર માત્ર કુતુહલ વશ આ ટપકેશ્વર મહાદેવની ગુફામાં કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી શકતું નથી. ગીરગઢડાનાં ફરેડા ગામ નજીક આવેલા ઘનઘોર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ગુજરાત ભરમાંથી શ્રધાળુઓ ઉમટી પડે છે.