ગુજરાતના લોકસાહિત્ય માયાભાઈ આહિર સાથે અંબરીશ ડેર એ કર્યા ભગૂડા ધામ ખાતે માં માંગલના દર્શન, જુઓ તસવીરો આવી સામે…
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરએ કેસરિયા કર્યા છે, એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટો ફટકો લાગ્યો છે કારણ કે, તા 5મી માર્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને શ્રી અમરીશભાઈ ડેર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી જયંતિભાઈ કવાડીયા, શ્રી એમ.એસ. પટેલ, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ સહિત પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સૌથી ખાસ વાત એ છે કે, ડેરભાજપ માં જોડાયા બાદ અંબરીશભાઈ ડેર માંગલ ધામ ભગુડા ખાતે માં માંગલ ના દર્શન કરી આશીર્વાદ લીધા.આ તકે ગુજરાતના લોક સાહિત્યકાર માયાભાઈ આહીર એ પણ અંબરીશ ડેર સાથે માં માંગલના દિવ્ય દર્શન કર્યા હતા.સૌથી ખાસ વાત એ છે કે, પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માયાભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા, જયારે અંબરીશ ડેર ભાજપમાં જોડાયા. તમને જણાવી દઈએ કે માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ આહીર પણ ભાજપના કાર્યકર્તા તરીકે લોક સેવાના કાર્ય માં જોડાયેલ છે.
ગુજરાતના લોકસાહિત્યકાર માયાભાઈ આહીર રાજકરણથી ભલે પણ દૂર હોય પરંતુ તેમનો પુત્ર જયરાજ આહીર ભાજપ પાર્ટી સાથે સક્રિય છે અને જનસેવાના અને પાર્ટી માટે ખુબ જ કાર્ય કરી રહ્યા છે, ખરેખર એક ગર્વની વાત છે માયાભાઈ આહીર માટે કે તેમનો પુત્ર પોતાની એક ઓળખ બનાવી રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, બરીશ ભાઈ ડેર જ્યારે કેસરિયા કર્યા ત્યારે તેમની સાથે જ રહ્યા હતા અને માંગલ ધામમાં પણ માતાજીના દર્શન સાથે કર્યા અને અંબરીશ ડેરનું ભગુડા ધામ ખાતે સ્વાગત અને સન્નમાન કરેલું.