Viral videoGujarat

અંબાણી પરિવાર માટે યોજવામાં આવેલ ડાયરામાં અલ્પાબેન પટેલે જમાવટ બોલાવી!! અનંત અંબાણી માટે ગાયું ખાસ ગીત… જુઓ વિડીયો

Spread the love

અંબાણી પરિવારે પ્રિ વેડિંગ સેલિબ્રેશન પહેલા જામગરની પાસે આવેલ જોગવડ ગામ ખાતે ગામના લોકો માટે ચી.અનંત અને ચી. રાધિકાના લગ્ન પ્રસંગના ભાગરૂપે ભોજન સંભારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગામના લોકો માટે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી તમેજ લોક ગાયિકા અલ્પાબેન પટેલ ખાસ હાજરી આપી હતી. હાલમાં આ સોશિયલ મીડિયા પર અલ્પાબેન પટેલનો એક ખુબ જ સુંદર વિડીયો વારયલ થઇ રહ્યો છે.

આ વિડીયો શેર કરતાની સાથે અલ્પાબેન પટેલએ પોતાનો અનુભવ જણાવતા લખ્યું કે, I am very greatfull to get an opportunity to sing at the pre wedding event (Lokdayro) for Anant’s and Radhika’s Marriage and very thank you to Ambani family for the gesture they showed towards me…અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, અનંત અને રાધિકાના પ્રિવેડિંગના ભાગરૂપે યોજાયેલ લોકડાયરામાં મને ગીત ગાવાની તક મળી તે માટે હું ખૂબ જ ખુશ છું અને અંબાણી પરિવારએ મારા પ્રત્યે જે પ્રેમભાવ દર્શાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.

આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, અલ્પાબેન પટેલે અનંત માટે લગ્ન ગીત ગાયું હતું. ” હું તમને પૂછું મારા વીરા અનંતભાઈ, આવડા એ લાડ તમને કોને લડાવીયા? માતા રે નીતાબેન અને પિતા રે મુકેશભાઈ, આવડા તે લાડ અમને એને લડાવીયા. આ ગીત હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે, ખરેખર અલ્પાબેન પટેલે તો અનંતના લગ્નનું ગીત ગાઈને છવાઈ ગયા. ખરેખર અંબાણી પરિવારે પ્રિ વેડિંગ પૂર્વ રિલાયન્સની આસપાસ આવેલ ગામડામાં અન્નસેવા અને લોક ડાયરાનું ખુબ જ સુંદર આયોજન કર્યું હતું.

તા . 1 થી 3 માર્ચ સુધી રિલાયન્સ ગ્રીન્સ ખાતે દેશ વિદેશના ઉદ્યોગપતિ તેમજ હોલીવુડ અને બૉલીવુડના કલાકારોને આમંત્રિત કરીને ભવ્ય અને શાનદાર પ્રિ વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રિ વેડિગ સેલિબ્રેશનમાં બિલગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને ઇવાન્કા ટ્રમ્પ તેમજ રિહાના ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તમને જણાવીએ દઈએ કે મુકેશ અંબાણીએ પ્રિ વેડિંગમાં કુલ 1000 કરોડનો ખર્ચ કર્યો જે તેમની સંપત્તિનો 0.01 %ભાગ છે.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *