India

ભારતના આ મંદિરની દાનપેટી માંથી નીકળ્યો 100 કરોડનો ચેક, ચેકને વટાવા ગયા તો એવી હકીકત સામે આવી કે સૌના હોશ જ ઉડી ગયા…

Spread the love

આપણા ભારત દેશની અંદર અનેક એવા મોટા મોટા મંદિરો છે જ્યા લોકો ખુબ મોટી મોટી વસ્તુઓ અથવા તો ખુબ કિંમતી વસ્તુ ક્યાં તો રૂપિયા દાન કરતા હોય છે જયારે અમુક લોકો દાનપેટીની અંદર રૂપિયા નાખતા હોય છે, જે મંદિરના કાર્યોમાં વાપરવામાં આવે તે આશયથી નાખવામાં આવતા હોય છે. એવામાં આપણા દેશના અનેક એવા તિરુપતિ બાલાજી તથા બીજા અનેક મોટા મોટા મંદિરો સ્થાઈ છે જ્યા લાખો રૂપિયાના દાન આવતા હોય છે.એવામાં દાનને લગતો એક ખુબ જ ચોંકાવી દેતો કિસ્સો હાલ અમે તમને જણાવાના છીએ.

મિત્રો તમને ખબર જ હશે કે મોટી હસ્તી હોઈ અથવા તો બિઝનેસમેન હોય છે તે લાખો રૂપિયા તથા સોના ચાંદીની ભેટ ભગવાનના મંદિરમાં અર્પણ કરતા હોય છે પણ હાલ દાનનો એક ખુબ જ અનોખો કિસ્સો આંધ્રપ્રદેશ માંથી સામે આવ્યો છે જેમાં એક ભક્તે મંદિરની અંદર રાખવામાં આવેલ દાનપેટીની અંદર 100 કરોડ રૂપિયાનો ચેક લખીને નાખી દીધો હતો જે બાદ મંદિરના સંચાલકોએ દાનપેટીને ખોલીને તપાસ કરી તો તેમને આ ચેક મળી આવતા સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા.

જે બાદ આ ચેકને રૂપિયામાં રૂપાંતરિત કરવા માટે જયારે સંચાલકો બેન્કનો સંપર્ક કર્યો ત્યારે તેઓને આંચકો અપાવતી જ માહિતી સામે આવી, બેન્કના કર્મીએ આ ચેક જમા કરનાર ભક્તના એકાઉન્ટને ચેક કર્યું તો તેની અંદર ફક્ત 17 રૂપિયા જ બેલેન્સ હતું, હવે ફક્ત 17 રૂપિયા બેલેન્સ રાખીને આ ભક્તે 100 કરોડ રૂપિયાનો ચેક લખીને મંદિરની દાનપેટીમાં નાખી દેતા આ કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે, લોકો આ ભક્ત માટે ઘણી નવી નવી વાતો પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આવો ગજબનો કિસ્સો વિશાખાપટ્ટનમના સીમ્પહાચલમાં આવેલ વરાહ લક્ષ્મી નરસિમ્હા સ્વામી વારી દેવસ્થાનમ મંદિરની અંદર સામે આવ્યો હતો જ્યા દાનપેટીમાં ચડવા આવેલ દાનને જોવામાં આવી રહ્યું હતું જેમાંથી અનેક નોટોની સાથે એક આ 100 કરોડનો ચેક પ્રાપ્ત થયો હતો પણ આ ચેક અંગે જેવો બેન્ક સાથે સંપર્ક કર્યો તો હકીકત જાણીને સૌ કોઈને આંચકો જ લાગવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *