લગ્ન માથી વળતી વેળાએ જાનૈયાઓ ની ગાડી સાથે રસ્તામાં થયું એવું કે વહુ…..
મિત્રો આપણે જાણીએ છીએ કે લગ્ન એ દરેક લોકો માટે ઘણો જ શુભ પ્રસંગ મનાય છે લગ્ન ને કારણે બે પરિવાર એક બીજા સાથે જોડાઈ છે તેમાં પણ આપણા દેશ માં લગ્નને ઘણું જ મહત્વ આપવામાં આવે છે અને તેને એક તહેવાર તરીકે ઉજવ્વામા આવે છે. લગ્ન ને લઇ દરેક વ્યક્તિ માં ઘણો હરખ હોઈ છે.
તેવામા જો કોઈ વ્યક્તિ નું મૃત્યુ થઈ જાઈ તો આ સમગ્ર આનંદ એકા એક શોક માં બદલાઈ જાય છે. તેવામાં જો મૃત્યુ નવી વહુના થઈ તો. તે અંગે વિચારતા જ ડર લાગે છે આપડે અહીં એક એવા અક્સ્માત વિશે વાત કરશું કે જ્યાં અકસ્માત માં નવી વહુ મૃત્યુ પામી.
મળતી માહિતી અનુસાર મુરાદાબાદ-ફરૂખાબાદ હાઇવે પાસે મંગળવારે રાત્રે વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દુલ્હન અને કાર ચલાવનાર વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિઓ ના મોત થયા હતા. જ્યારે વર અને તેના બનેવી સહિત સાત લોકો ને ઘણી ઈજા થઇ હતી. અકસ્માત બાદ ચાર વ્યક્તિઓ ને સારવાર માટે બરેલી મોકલવામાં આવ્યા છે. જ્યારે પોલીસે ત્રણેય મૃતદેહો જિલ્લાની હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા.
સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારની બાબા કોલોનીમાં રહેતા પુષ્પેન્દ્ર કે જેમના પિતા રોશનલાલ છે તેમની જાન મંગળવારે સવારે બિસૌલી કોતવાલી વિસ્તારના ડાબેટોરી ગામમાં જઈ રહી હતી. આ જાન માં માત્ર થોડા લોકો જ બોલાવવામાં આવ્યા હતા. બપોરે પુષ્પેન્દ્રએ લાજવતી નામની કન્યા સાથે લગ્ન કર્યા હતા. રાત્રે આઠ વાગ્યાની આસપાસ પુજપેન્દ્ર અને તેના સંબંધીઓ લાજવતીને વિદાય આપીને બાબા કોલોની પરત ફરી રહ્યા હતા.
તે સમયે, મુરાદાબાદ-ફરૂખાબાદ હાઇવે પર વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નદવારી ગામ પાસે રસ્તા પર પડેલા ઝાડથી બચવાના પ્રયત્નમા બડાઉન તરફથી આવી રહેલી ટ્રક સાથે કાર અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં દુલ્હન લાજવતી અને કાર ચાલક શનિ કે જેઓ કાદર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના સાકરી ગામમા રહેતા હતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વર પુષ્પેન્દ્ર, તેનો ભાઈ જયપાલ , તેમનો બનેવી અશોક, ભત્રીજો ભોલા, ક્રિષ્ના, પાડોશી વિનોદ, અને માનસિંહ વગેરે લોકો ને ઘણી ગંભીર ઈજા થઈ હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારને સંપૂર્ણ નુકસાન થયો હતો. અક્સ્માત બાદ આસપાસ ના લોકો એ તેના અંગે પોલીસ ને માહિતી આપી. માહિતી મળતા પોલોસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાર બાદ કારને કાપીને તમામ લોકોને બહાર કાઢ્યા અને ઘાયલ વ્યક્તિઓ ને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા, જ્યાં માનસિંહનું મૃત્યુ થયું. હોસ્પિટલમાં હાલત નાજુક જોઈને પુષ્પેન્દ્ર, તેના બનેવી અશોક, ભત્રીજા ભોલા અને ક્રિષ્નાને બરેલી મોકલવામાં આવ્યા છે. જ્યારે બીજા ઘાયલોની હાલત સામાન્ય હોવાનું કહેવાય છે.