Gujarat

જાણો ગુજરાતી સંગીત ના એક લોક પ્રિય કલાકાર રાજભા ગઢવી અંગે શરૂઆત ના સમય માં તેઓ કરતા હતા એવું કામ કે જાણીને તમને પણ નવાઈ લાગશે…

Spread the love

ગુજરાતી સાહિત્ય એ પોતાની આગવી ઓળખ ધરાવે છે તે પોતાની સંગીત કળા માટે સમગ્ર દેશ અને દુન્યામાં ઘણુંજ લોક પ્રિય છે. હાલ સમગ્ર વિશ્વમાં લોકો ગુજરાતી સંગીત ને ઘણું જ પસંદ કરે છે અને તેના તાલે ઝુમી ઉઠે છે. લોકો માં ગુજરાતી ગીતો ઉપરાંત લોક સંગીત, ડાયરા, અને ગુજરાતી વાર્તાઓ ને પણ ઘણી પસંદ કરે છે. જોકે તેમાં ગુજરાતી કલાકારો ની ઘણી મહેનત છે જેને કારણે ગુજરાતી સાહિત્ય આજે લોકોના ઘર ઘર સુધી પહોંચ્યું છે.

લોકો ગુજરાતી સાહિત્ય ઉપરાંત ગુજરાતી કલાકારો ને પણ લોકો ઘણા-ઘણા પસંદ કરે છે આજે ગુજરાતી કલાકારો ફક્ત દેશ માંજ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના સંગીત ને કારણે આગવી ઓળખ ધરાવે છે. આપડે અહીં એક એવાજ લોક લાડીલા કલાકાર વિશે વાત કરવાની છે જેમનું નામ રાજભા ગઢવી છે આપણે અહીં તેમના જીવન અંગે અને તેઓ આવા મોટા કલાકાર કઈ રીતે બન્યા તે તમામ બાબતો અંગે વિસ્તારથી માહિતી મેળવીશું.

રાજભા ગઢવીનો જન્મ તુલશીશ્યામ નજીક ના બાણેજ પાસે લીલાપાણી નેસામા થયેલો છે. જો વાત તેમના અભ્યાસ વિશે કરીએ તો રાજભા ગઢવી એ કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરીયો નથી. તેઓને સંગીત અંગે પણ કોઈ પણ જાતની જાણકારી નથી. પરંતુ તેઓ પોતાની સંગીત કળા ને કારણે તથા લોક સાહિત્યકાર ને યોગ્ય લાગે તેવી બોલીને કારણે ઘણા પ્રખ્યાત બન્યા છે.

તેઓ અનેક સ્થળોએ લોક ડાયરાઓ કરે છે જેને લોકો ઘણા પસંદ પણ કરે છે. તેમની પાસે ભલે સંગીત અંગે ખાસ્સી જાણકારી ન હોઈ પરંતુ તેઓ લોકબોલી ના ગીતો, છંદો, સપારખા, વગેરે ઘણીજ સારી રીતે પ્રસ્તુત કરી શકે છે. લોકો તેમના ગીતો અને ડાયરાને ઘણાજ પસંદ કરે છે. તેમના ડાયરા માં લોકો તેમના પર પાણીની જેમ પૈસાનો વરસાદ કરે છે.

તેમના ડાયરામાં ધર્મ, સંસસ્કૃતિ, અને સંસ્કાર ને લગતી અનેક બાબતો જોવા મળે છે. તેઓ પોતે ભલે અભ્યસ નથી કરેલો પરંતુ તેમણે ઘણા ગીતો ની રચના કરેલ છે. તેંમના રચાયેલ આવા દુહા, છંદ, અને ગીતો નો સંગ્રહ એક પુસ્તક માં રાખવામાં આવેલ છે. આ પુસ્તક નું નામ “ગીર ની ગંગોત્રી” છે. તેમણે ઘણીજ યુવાન અવસ્થા માં પ્રકૃતિ ને સંબોધીને રાધા કૃષ્ણ ના પ્રેમ ગીતની રચના કરી હતી. આ ગીત તેમને વર્ષ 2003 માં બનાવ્યું હતું જેનું નામ “સાયબો રે ગોવાળયો” છે આ ગીતે લોકોના હૃદય પર એટલી હદે ઊંડી છાપ છોડી કે જેને કારણે હાલના સમય માં પણ તે લોકોમાં ઘણુંજ લોકપ્રિય છે.

દરેક વખતે લોકો તેમના ડાયરામાં આ ગીત રજુ કરવા માટે માંગણી કરે છે. તેમણે અન્ય અનેક ગીતો જેવાકે મરજીવા પાઘડીવાળા, સમ્રાટ ભાગ્યો શ્વાસનથી, દેવાયત બોદારને સપને જેવા ગીતો તેમના ડાયરામાં લોકપ્રિય બન્યા છે. આ ઉપરાંત હાલાજી અને પટ્ટી ઘોડી, મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ, રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખુ જેવી તેમની વીરરસ ભરેલી વાતો પણ લોકો માં ઘણીજ લોકપ્રિય છે.

તેઓ લોકોમાં “રાજો ચારણ” ના હુલામણા નામથી પણ ઘણા ઓળખીતા છે. જો વાત તેમના બાળપણ વિશે કરીએ તો બાળપણથી જ તેઓ ગામના સીમમાં ગાયો અને ભેંસો ચરાવવાના કામો કરતા. આજે પણ તેઓ પોતના ગામમાં ઘણી વાર ગાયો અને ભેંસો ચરાવવા જાઈ છે. જો તેમના સંગીત કાર્યક્રમની શરૂઆત વિશે વાત કરીએ તો તેમણે 2001 માં તેમના સમાજના એક કાર્યક્રમથી તેમણે ગાવાની શરૂઆત કરી હતી અહીં કાર્યક્રમ ના મુખ્ય કલાકાર મોડા આવતા તેમને સ્ટેજ પર જઈ ને ગાવા માટે મોકો મળ્યો હતો. ત્યાર બાદથી લોકોમાં તેઓ પસંદ પાડવા લાગ્યા અને ત્યાર બાદ તેમની લોક પ્રિયતા માં વધારો થતો ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *