જો તમે પણ સ્વસ્થ રહેવા માંગતા હોવ તો આજથી જ શરૂ કરીલો આ વસ્તુઓ ખાવાની…
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલના સમય માં શરીર કેટલું મહત્વનું છે તેવામાં પણ ખાસતો કોરોના આવ્યા પછી શરીર ને સ્વસ્થ રાખવાની ચર્ચા ઘણી મહત્વની બની છે.
તેવા મા હવે પ્રશ્ન થાઈ કે શું કરવું કે જેનાથી શરીર સ્વસ્થ રહે તો તમને જણાવી દઈએ કે આપણા જૂના શાસ્ત્રો અને આયુર્વેદમાં આ અંગે ઘણી વસ્તુઓ નો ઉલલેખ છે. આજે આપણે અહીં તેવીજ વસ્તુઓ વિશે વાત કરશું કે જેના સેવનથી શરીર ને સ્વસ્થ રાખી શકાય તો ચાલો આવી વસ્તુઓ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.
ખજૂર અને અંજીર નું સેવન કરવું : ઘણા ડ્રાયફ્રુટ એવા છે જે શરીર ને પૌષ્ટિક તત્વો પૂરા પડે છે તેવામાં આવા ડ્રાયફ્રુટ નો ઉપયોગ આહારમાં કરવામાં આવે તો તે શરીર માટે ઘણુંજ ફાયદા કારક સાબિત થાઈ છે, પરંતુ આ બધા ડ્રાયફ્રુટ માં જો વાત ખજૂર અંગે કરીએ તો ખજૂર શરીર અને મન માટે ઘણો જ ફાયદાકારક ડ્રાયફ્રૂટ ગણાય છે. ખજૂર એ અનેક રીતે ગુણકારી છે તે શરીર માં ઘણા પોસક તત્વો આપે છે તેને કારણે ખુજર નો દરરોજ આહારમાં લેવામાં આવે તો તે ફાયદાકારક ગણાય છે. ખજુર ને દૂધ સાથે પણ આહરમાં લઇ શકાય છે. જો વાત અંજીર અંગે કરીએ તો તે પણ માનવ શરીર માટે ઘણું ઉપયોગી છે. આપણે ખજૂરની સાથે અંજીરને પણ ખોરાકમાં સામેલ કરીએ તો તે શરીર માટે ફાયદા કારક નીવડે.
ઘી નો આહાર માં ઉપયોગ કરવાથી : આપણે સૌ જાણીએ છીએ કે ઘી માં ઘણા પોસક્ તત્વો છે કે જે શરીર ને ઘણી રીતે ફાયદા કારક છે તેવામાં આયુર્વેદમાં પણ તેને માનવ શરીર માટે સૌથી શ્રેષ્ઠ અને પૌષ્ટિક ખોરાક ગણવામાં આવ્યો છે. આમ તો ઘીને આયુર્વેદિક આહાર માનવામાં આવે છે. ઘી નું સેવન શરીર માટે ઉપયોગી છે પરંતુ તે પણ યોગ્ય પ્રમાણ માં હોવું જોઈએ. જો વાત ઘી ના ફાયદા વિશે કરીએ તો શરીર અને મન માટે ઘીનું આહાર તરીકે સેવન કરવું ઘણું જ સારું ગણવામાં આવે છે.
ફાળો નું સેવન કરવું: આપણે સૌ જાણીએ છીએ કે ફાળો એ કુદરતની માનવી ને આપેલ અમુલ્ય ભેટો પૈકીની એક છે. દરેક પ્રકાર ના ફાળો માં અલગ અલગ પોસક તત્વો હોઈ છે જેને કારણે દરેક ફળોનુ સેવન એ સ્વાસ્થ માટે ફાયદા કારક ગણાય છે. દ્રાક્ષ, કટહલ અને કેળાએ શરીર અને મન માટે ઘણા ઉપયોગી ગણવામાં આવે છે. આયુર્વેદના જણાવ્યા અનુસાર આ ત્રણેય ફળો હંમેશા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળો ગણવામાં આવ્યા છે.
આ ઉપરાંત દૂધનો સમાવેશ પણ આપણે પૌષ્ટિક આહાર માં કરી શકીએ છીએ. જ્યારે અન્ય વસ્તુઓ જેવિ કે સૂપની સાથે, કાળા ચણા, ગોળ, શાલી ચોખા અને ગૂસબેરી વગેરે વસ્તુઓને ખોરાકમાં લેવી જોઈએ. આ દરેક વસ્તુઓ માનવ શરીર માટે ઘણુંજ ઉપયોગી છે અને શરીરને અનેક પ્રકાર ના પૌષ્ટિક તત્વો પૂરા પડે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.