બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે સર્જાઈ શકે છે ચક્રવાત જાણો ક્યાં થશે તેની અસર અને આવા વાતાવરણ ના કારણે ઠંડીમાં પણ જોવા મળશે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ચોમાસાની ઋતુમાં મેઘ રાજા સમગ્ર દેશ માં મન મૂકીને વરસ્યા છે જેના કારણે દેશના અનેક રાજ્યો પર તોળાઈ રહેલ જળ સંકટ ઘણી હદે હળવો પડ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે હવે વરસાદે સત્તાવાર રીતે વિદાઈ લીધી છે પરંતુ દેશ ના ઘણા એવા રાજ્ય પણ છે કે જાય હજુ પણ વરસાદ જોવા મળે છે આવા અમુક રાજ્યોમાં ભારે વરસાદ ના કારણે પૂર જેવી સ્થિતિ પણ ઉદ્ભવી છે. જો કે હાલ શિયાળાની શરૂઆત થઇ ગઈ છે.
પરંતુ આ શિયાળાના સમય ગાળામાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ ની આગાહીઓ કરવામાં આવે છે. જેની પાછળનું કારણ બંગાળ ની ખાડીમાં સર્જાઈ રહેલ લો પ્રેસર છે. જેને લઈને હાલમાં જ હવામાન ના નિષ્ણાતોએ આગાહી કરી છે. જેના વિશે વિસ્તારથી વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ડો. એસપી યાદવના જણાવ્યા અનુસાર ડિસેમ્બર ના પહેલા અઠવાડિયા માં ચક્રવાત સર્જાવવાની સંભાવના છે. જોકે તેમના જણવ્યા પ્રમાણે આ સમય ગાળામાં ઠંડી નું પ્રમાણ ઘણું ઓછું રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે શિયાળો શરુ થઇ ગયો છે છતાં પણ હાલ રાતના અને દિવસ ના સમય ગાળા દરમિયાન વધુ ઠંડી જોવા મળતી નથી તમને જણાવી દઈએ કે આવનાર સમય ગાળા દરમિયાન તાપમાન 15 થી 16 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. જોકે હજુ પણ જોરદાર ઠંડી જોવા મળશે નહિ.
જો વાત ઓછી ઠંડી પાડવા પાછળ ના કારણ અંગે કરીએ તો તમને જાણવી દઈએ કે હાલ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત બંગાળ ની ખાડીમાં લો પ્રેસર બન્યું છે. તમને જણાવી દઈએ કે આ લો પ્રેસર ના કારણે વરસાદી વાદળોની સતત આવા જાહી જોવા મળે છે. આ ઉપરાંત હિમાલય તરફથી ઠંડી હવાઓ પણ આ દિશામાં આવી રહી છે. જેના કારણે ગરમ વાદળ અને ઠંડી હવાના પરિણામે ઝાકળ અને ધૂંધ જોવા મળી રહી છે. હવે જો આ વાદળની આવા જાહી ઓછી થાય અને વાદળાઓ દૂર થાય તો તાપમાન ઘટે તેવી સંભાવના છે.
આ ઉપરાંત જો વાત ચક્રવાતી વાદળો અંગે કરીએ તો આ વાદળો ધનબાદ પરથી જશે. જેના કારણે આ વિસ્તાર માં ડિસેમ્બર ના પહેલા અઠવાડિયા માં ઠંડી ઓછી જોવા મળશે. તમને જણાવી દઈએ કે પાછલા અમુક વર્ષોની માહિતીના આધારે એવું જાણવા મળ્યું છે કે આ સમય ગાળા દરમિયાન જયારે પણ દક્ષિણ ભારત માં વરસાદ હોઈ અને બંગાળની ખાડીમાં લો પ્રેશર હોઈ ત્યારે તેની અસર ધનબાદ સહીત ઝારખંડ ના અનેક વિસ્તારોમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને બિહાર ઉપરાંત ઓડીસામાં પણ તેની અસર જોવા મળે છે જેના કારણે ઠંડી ઓછી જોવા મળે છે.