શહીદ જવાન અમર રહે ! ફોજી પૂત્રની વીરગતી બાદ પિતા એ કહ્યું કે મારા પાંચ વર્ષના પોત્રને પણ દેશ સેવા માટે…….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે સૌથી વધુ ગર્વની બાબત એ પોતાના દેશ અને માતૃભૂમિ ની સેવા કરવાની હોઈ છે. દરેક વ્યક્તિ સતત એવું વિચારતા હોઈ છે કે તેઓ પોતે કઈ રીતે પોતાના દેશ અને માતૃભૂમિને મદદ માં આવી શકે. વ્યક્તિ આ બાબત માટે સતત પ્રયત્ન કરતો રહે છે.
પોતાના દેશ ની સેવા ના હેતુથી ઘણા લોકો ફોજ માં જોડાઈ છે. અને દેશ અને દેશવાસિઓ ની મદદ કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે. આવા સેના ના જવાનો સાચા અર્થમાં દેશના લોકો માટે હીરો સાબિત થાય છે. કારણકે દેશ માં કૃત્રિમ કે કુદરતી ગમ્મેતે આપદાઓ માં સેનાના વીર જવાનો દેશના લોકોની રક્ષા કરતા હોઈ છે. અને લોકોને પણ દેશની સેના પર પૂરતો ભરોસો અને ગર્વ હોઈ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી દેશ સામે અનેક પડકારો હતા જે પૈકી એક પડકાર આતંકવાદ પણ છે. આપણે સૌ દેશમાં અનેક આતંકી ઘટનાઓ વિશે જોતાં અને સાંભળતા હોઈએ છિએ. જો કે સેના દ્વારા ચાલતા વિવિધ અભિયાનોની મદદથી દેશ માં આવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા આતંકીઓ ને મોતને ઘાટ ઉતારવામા આવે છે. આવા અભિયાન માં ઘણી વખત દેશના જવાનો પણ વીરગતિ પામતા હોઈ છે.
હાલ આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક વીર જવાનનુ પાર્થિવ શરીર તેમના ગામમા પહોંચતા પરિવાર અને ગામના લોકોમાં શોક નો માહોલ જોવા મળ્યો છે. જો વાત આ બનાવ અંગે વિગતે કરીએ તો કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંક વિરોધી એક ઓપરેશન ચાલતું હતું તેમાં જવાન ભગવાન રામ નેહરા દેશ સેવા કરતા સમયે શહીદ થયા હતા.
જે બાદ તેમના પાર્થિવ શરીર ને મંગળવારે રાજસ્થાનના સીકર જિલ્લામાં તેમના ઘરે અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે શહીદના 5 વર્ષના પુત્ર હર્ષિતે શહીદ પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ સમયે ત્યાં અનેક લોકો જવાન ને આખરી વિદાય આપવા હાજર હતા. અને તમામ લોકોની આંખોમા આશુ હતા.
જો વાત શહીદ જવાન નેહરા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ધોડ વિસ્તારના દુગોલી ગામનો રહેવાસી હતા. તેમના પિતાએ જણાવ્યું હતું કે તેમને પુત્ર પર પણ ગર્વ છે, જેણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. વધુ માં તેમણે દેશ પ્રેમ દર્શાવતા જણાવ્યું કે તેઓ પુત્રના અવસાન બાદ પોતાના પૌત્રને સારું શિક્ષણ આપીશ અને તેને દેશની સેવા માટે સેના માં મોકલશે.
જો વાત શહીદ જવાન ની અંતિમ વિધિ અંગે કરીએ તો શહીદ જવાન ને અંતિમ વિદાય આપવા માટે 10 કિલોમીટર ની લાંબી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા માં અનેક લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રા પાલવાસ બાયપાસથી જવાનના ઘર સુધીની આ યાત્રા કાઢી હતી. ગામના માર્ગ પર લોકોએ ફૂલોની વર્ષા પણ કરી હતી. જવાન ના શહીદ થયા બાદ પરિવાર માં શોક નો માહોલ છે. જ્યારે માતા અને પત્ની નું રોઈ ને ઘણી ગંભીર હાલત છે.