વરમાળા સમયે અચાનક વર સાથે થયું કંઈક એવું કે જેના કારણે કન્યાએ પોતાના વર ને….
મિત્ર આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવન માં લગ્ન ઘણા જ મહત્વ ધરાવે છે. જેના કારણે વ્યક્તિ પોતાના લગ્ન યાદગાર રહે અને અન્ય થી જુદા પડે તે માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતા રહે છે. આ માટે લગ્નના ડાન્સ થી લઈને લગ્નના સ્ટેજ ની રચના લગ્નના કપડા લગ્નનું ડેકોરેશન વગેરે બાબતો અંગે ઘણું જ ધ્યાન આપવામાં આવે છે.
મિત્રો કહેવાય છે કે સંસાર રૂપી આ ગાડીમાં વર અને કન્યા બે પૈડા છે બંનેએ સાથે મળીને એકબીજાની મદદ કરીને જીવનરૂપી આ ગાડી ને આગળ લઈ જવાની હોય છે જીવનના દરેક તબક્કે પતિ પત્નીનો સાથ બંને માટે ઘણો જ મહત્વનો સાબિત થાય છે હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો લગ્નનો છે જેમાં વર અને કન્યા ને કઈ રીતે એકબીજાને મદદ કરવી જોઈએ તેનું ઉદાહરણ પૂરું પાડે છે.
મિત્રો જો આ વાયરલ વિડીયો અંગે કરીએ તેમાં જોઈ શકાય છે કે વિડીયો લગ્નનો છે લગ્નમાં વરમાળા ની તૈયારી ચાલી રહી છે વર અને કન્યા એક સ્ટેજ ઉપર એકબીજાની સામે ઉભા છે તેવામાં થોડો હસી મજાક કરતા થયા વાત વર અને કન્યા એકબીજાને માળા પહેરાવે પરંતુ તે સમયે કંઈક એવું થાય છે કે જેના કારણે લોકો આ કન્યાના વખાણ કરવા લાગે છે.
હકીકતમાં બને છે એવું કે જ્યારે વર અને કન્યા એકબીજાને માળા પહેરાવી દે છે પછી તે વર સ્ટેજ પર થોડો પાછળ જાય પરંતુ ત્યારે પોતાનું સંતુલન ગુમાવી બેઠે છે. સ્ટેજ પરથી પડવા લાગે છે પરંતુ ત્યારે જ સામે ઊભેલી કન્યા ખૂબ જ ઝડપથી અને સ્ફૂર્તિથી પોતાના વરને પકડી લે છે અને તેને પડતા બચાવી લે છે જે બાદ સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરીને આ કન્યા ની સ્ફૂર્તિ અને સૂઝ-બૂઝ ના વખાણ કરે છે ચાલ આપણે પણ આ વિડિયો જોઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.