આ પોલીસ અધિકારીએ માનવતા મહેકાવી ! એક બાળકી કે જે ઘણું જ નાજુક હાલતમાં…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ માનવી પોતાની લાગણી ને વશ થઈ ને અનેક સંબંધો બાંધે છે. જે પૈકી અમુક સંબંધો તેને જન્મતાની સાથે જ મળે છે તો ઘણા સંબંધો તે જાતે બનાવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અનેક લોકો એવા છે કે જેઓ પોતાના માટે જિવ્વાને બદલે બીજા માટે જીવવાનું વધુ પસંદ કરે છે અને પોતાનાથી શક્ય હોઈ તેટલી બીજાને ખુશીઓ આપવાનો પ્રયત્ન કરે છે.
આપણે અહીં એક એવા જ પોલીસ અધિકારી અંગે વાત કરવાની છે કે જેમણે ખરા અર્થમાં માનવી હોવાની આપણને સૌને શીખ આપી છે મિત્રો આપણે અહીં રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિશે વાત કરવાની છે કે કઈ રીતે તેમણે એક તરછોડાયેલી બાળકી માટે પિતા તરીકે ની ફરજ ઉપાડી.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા થોડા સમયથી રાજ્યમાં બાળકો ને તરછોડી દેવાની ઘટના ઘણી વધુ જોવા મળી છે. તેવામાં રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક આવી જ બાળકી ને નવું જીવન આપ્યું છે.
મિત્રો જો વાત આ બાળકી અંગે કરીએ તો આજથી આશરે બે વર્ષ પહેલાં ઠેબચડા અને મહીકા ગામની સીમ પાસે એક બાળકી મળી આવી હતી. તે સમયે કુતરાઓ દ્વારા આ બાળકી ને બચકા ભરેલા હતા અને આ નવજાત બાળકીની હાલત ઘણી ગંભીર હતી.
આ બાદ બાળકી ને સારવાર માટે લઇ જવામાં આવી અને રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ તરછોડાયેલી બાળકીની સંભાળ લેવાનું નક્કી કર્યું અને તે બાળકી ને અંબે તેવું નામ આપ્યુ. જે બાદ અંબે ને કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે મોકલવામા આવી હતી.
જો કે જણાવી દઈએ કે જ્યારથી અંબે મળી આવી હતી ત્યારથી જ મનોજ અગ્રવાલ અને તેમના પત્ની ખાસ દિવસો દરમિયાન કે હિન્દૂ ધર્મના તહેવારો દરમિયાન આ માનેલી દીકરી અંબાને યાદ કરી તેની સાથે સમય વિતાવવા બાલાશ્રમ જતા અને અહિ ના દીકરા દીકરીઓ માટે કોઈને કોઈ ભેટ લઇ આશીર્વાદ પાઠવતા હતા.
જો કે જણાવી દઈએ કે ગઇકાલે ઇટાલીનું ગૂંથર દંપતી અંબાને દત્તક લેવા રાજકોટ આવ્યું હતું. એટલે કે અંબે અને મનોજ અગ્રવાલ સર નો સાથ ફક્ત અહીં સુધી જ હતો. આ સમયે પોલીસ કમિશનર પણ બાલાશ્રમ ખાતે પહોંચ્યા હતા અને માનેલી પુત્રી અંબે ને આશીર્વાદ પાઠવી સાથે સોનાનો ચેન અને પેન્ડલ ભેટમાં આપ્યા હતા. જો કે આ વેળાએ પોલીસ કમિશનર અને તેમના પત્ની ભાવુક થયા હતા.