શહેરની આંધળી દોટ વચ્ચે ગામમાં પરત ફરો! રાજકોટ ના દંપતીના અનોખા લગ્ન કરાવ્યો એવો ફોટોશૂટ અને બનાવી નવીજ કંકોત્રી..જુઓ તસવીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં બે પ્રકારના લોકો વસે છે જે પૈકી એક વર્ગ ગામમાં રહે છે જયારે બીજો વર્ગ શહેરમાં રહે છે. શહેરમાં જ્યાં લોકોમાં સંબંધ કરતા કામનો મોહ વધુ જોવા મળે છે. અને પારંપરિક સંસ્કૃતિ કરતા પાશ્ચત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવામાં આવી રહ્યું છે તેવામાં આપણા દેશના ગામ જ છે કે જેમણે દેશની સાચી સાંસ્કૃતિક ઓળખ ટકાવી રાખી છે અને અહીજ લોકોમાં સાચો ભાઈ ચારો અને નિઃસ્વાર્થ પ્રેમ જોવા મળે છે.
જોકે હાલમાં લોકોમાં ગામ છોડીને શહેર તરફ ભાગવાની આંધળી દોડ લાગી છે તેવામાં અમુક એવા પણ લોકો છે કે જેઓ પોતાના સમાજની સંસ્કૃતિ અને પોતાની પરંપરાઓને વધુ મહત્વ આપે છે. અને લોકોને પણ પોતાની સંસ્કૃતિ તરફ પાછા વળવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણે અહીં એક એવાજ દંપતી વિશે વાત કરવાની છે કે જેમના લગ્ન લોકો માટે મિશાલ બની રહ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં આ સમયમાં અનેક યુગલો પોતાના જીવનસાથી સાથે સાત જન્મોના વચનો લેશે આપણે સૌ જાણીએ છીએ કે લગ્નને લઈને દરેક વ્યક્તિમાં અલગ જ ઉત્સાહ હોઈ છે અને ખાસ તો આપણા દેશમાં લોકો લગ્નને એક તહેવારની જેમ ઉજવે છે માટે જ લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક કાર્યો કરે છે, જે પૈકી હાલમાં લગ્ન અંગે અનોખું આમંત્રણ અને લગ્ન પહેલા કરવામાં આવતું પ્રિ-વેડિગ ફોટો શૂટ ઘણું પ્રિય બન્યું છે.
આપણે અહીં રાજકોટના એવા જ એક નવયુગલ વિશે વાત કરવાની છે કે જેમના પ્રિવેડિંગ ફોટોશૂટ અને કંકોત્રી ની તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ વાત કરીએ જણાવી દઈએ કે આ લગ્ન રાજકોટના છે અહીંના ખાંડેલા પરિવાર માં હરખનો માહોલ છે કારણકે તેમના ઘરે લગ્નનો માહોલ છે.
જો વાત આ લગ્ન અંગે કરીએ તો અહીં ગુજરાત ના આહીર સમાજના અગ્રણી નાથાભાઈ ના પૌત્ર અને મેહુલભાઈ તથા દીનાબહેન ના પુત્ર જય ખાંડેલા અને નાગાજણ ભાઈ તથા જયશ્રી બહેનની પુત્રી સોનલ બહેનના લગ્ન છે આ લગ્ન 5 ફેબ્રુઆરી એટલે કે વસંતપંચમી ના રોજ છે લગ્ન ભલે આહીર સમાજ માં હોઈ પરંતુ તેના ફોટા અને લગ્નની વાત દુરદુર સુધી થઇ રહી છે. જેની ખાસ બાબત એ છેકે આ લગ્ન સંપૂર્ણ ગામડાની ઢબે કરવાના છે. ઉપરાંત તેમાં લગ્ન માટે જે કંકોત્રી બનાવવામાં આવી છે તે પણ ઘણી વિશિષ્ટ છે. સાથો સાથ બંને પતિ પત્ની એક બીજાને અનોખા વચનો દેવાના છે.
સૌ પ્રથમ જો વાત લગ્ન પહેલાના પ્રિ-વેડિગ ફોટોશુટ અંગે કરીએ તો હાલમાં દરેક દંપતી ની ઈચ્છા અલગ અલગ જગ્યાએ જઈને વિશિષ્ટ ફોટાઓ પડાવવા અંગે હોઈ છે. જોકે આવા તમામ ખોટા કાર્યોથી દૂર જય અને સોનલ દ્વારા તેમના જ ગામમાં તેમણે પોતાના પારંપરિક પોશાકમાં અને ગામની ઢબે પ્રિ-વેડિગ ફોટોશુટ કરાવ્યું છે આ ઉપરાંત જો વાત લગ્નના વચન અંગે કરીએ તો જય અને સોનલ દ્વારા પોતાના લગ્નને લઈને ઘણો નેક વિચાર કરવામાં આવ્યો છે તેમણે કોરોનમાં મૃત્યુ પામેલા માતા પિતા ની 21 પુત્રીઓના લગ્ન પોતાના ખર્ચે કરાવવા અંગે વચન આપવાના છે,
આ લગ્નને લઈને સૌથી આકર્ષક જો કોઈ બાબત હોઈ તો લગ્નની કંકોત્રી છે જણાવી દઈએ કે જય ના પિતા મેહુલભાઈ લગ્નની વિશિષ્ટ કંકોત્રી છપાવવામાં આવી છે આ કંકોત્રી 6 પાનની છે અને એક અખબાર જેવી છે. કંકોત્રી નું શીર્ષક જેમાડી ન્યુઝ એવું છે. આ કંકોત્રીમાં આહીર પરિવાર દ્વારા જય અને સોનલ ના પ્રિ-વેડિંગ ના ફોટાઓ મુકવામાં આવ્યા છે સાથો સાથ યુવાનોને શીખ વાર્તા અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની કવિતાઓ સાથો સાથ તેમના સમાજનો ઇતિહાસ અને લગ્નના મહત્વને લઈને અમુક ફોટાઓ સાથે માહિતીઓ છાપવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.