Helth

જો તમારું પણ વજન નથી વધતું તો સવધાન આછે કારણ અને વજન વધારવાના ઉપાઇ પણ જાણો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના શરીર અલગ અલગ હોઈ છે દરેક વ્યક્તિ ની ઇચ્છા એક સારી અને ફીટ તથા આકર્શક બોડી મેળવ્વાની હોઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે ફીટ બોડી નસીબ વાળાને જ મળે છે. આપણે અનેક એવા લોકો જોયા છે કે જેમનું શરીર વધુ પડતું જાડુ હોઈ છે અથવા તો હદથિ વધારે પાતળું હોઈ છે.

શરીર પાતળું હોઈ તો તે પણ સારી બાબત નથી અને પાતળું હોઈ તો તે પણ સારી બાબત નથી. આપણે સૌ જાણીએ છિએ કે જાડા અને પાતળા તમામ લોકોને પોતાના શરીર ને કારણે લોકોમાં મજાક બનવું પડે છે. તેમાં પણ જો વાત દુબળા લોકો અંગે કરીએ તો તેમને લોકો હંમેશા કમજોર જ માને છે.

તેવામાં જો તમે પણ શરીરના ઓછા વજનને કારણે પરેશાન છો તો આ અહેવાલ તમારાં માટે છે. મિત્રો સૌ પ્રથમ જો વાત શરીર ના ઓછા વજન ના કારણ અંગે કરીએ તો વજન ન વધવાનું મુખ્ય કારણ શરીર માટે જોઈતી કેલરી કરતાં વધુ કેલરી ન લેવામાં આવે ત્યારે શરીર પાતળું રહે છે. આ ઉપરાંત કેટલાક શારીરિક રોગોના કારણે પણ વ્યક્તિનું વજન વધતું નથી.

જો વાત આવા રોગો અંગે કરીએ કે જે શરીરનુ વજન વધવા દેતા નથી તેઓ તેમાં હાઇપરથાઇરોઇડિઝમ કે જે એક પ્રકાર નો થાઇરોઇડ છે, તે ઉપરાંત પ્રકાર 1 ડાયાબિટીસ, ખાવાની વિકૃતિ (વધુ કે ઓછું ખાવું), ઊંઘની સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે. હવે જો વાત વજન વધારવાના ઉપાયો વિશે ચર્ચા કરીએ તો વજન વધારવા માટે, વધુ કેલરીવાળો ખોરાક લો, આપણે અહીં અમુક એવા ખોરાક વિશે વાત કરવાની છે કે જેમાં કેલેરીનુ પ્રમાણ વધુ છે.

આ યાદીમાં સૌથી પહેલો સમાવેશ ઈંડા નો થાય છે માસાહારી વ્યક્તિઓ માટે ઈંડા નું સેવન એ ઘણું ફાયદા કારક છે જણાવી દઈએ કે એક સામાન્ય કદના ઈંડામા લગભગ 77 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 5 ગ્રામ ચરબી હોય છે. આમ વજન વધારવા માટે ઈંડા મદદરૂપ છે.

અહીં આગળ ઓટ્સ નો પણ સમાવેશ થાય છે જણાવી દઈએ કે 78 ગ્રામ ઓટ્સમાં લગભગ 300 કેલરી હોય છે. તમે ઓટ્સ સાથે દૂધ અને કેટલાક ફળોના પીસ ઉમેરીને તેનું સેવન કરી શકો છો આમ આ મિશ્રણ શરીર માં કેલેરિ વધારવા અને વજન વધારવા માટે મદદરૂપ છે.

આ ઉપરાંત પીનટ બટર અને બ્રાઉન બ્રેડ પણ વજન વધારવા માટે ઉપયોગી છે જણાવી દઈએ કે 2 બ્રાઉન બ્રેડ મા આશરે 154 કેલરી હોય છે. આ બ્રેડ સાથે પીનટ બટર નુ સેવન કરવાથી વજન વધે છે જણાવી દઈએ કે 2 ચમચી એટલે કે 32 ગ્રામ પીનટ બટરમાં 188 કેલરી અને 16 ગ્રામ ચરબી ઉપરાંત 7 ગ્રામ પ્રોટીન અને 7.7 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

જાણાવિ દઈએ કે કેળાનુ શેક અને પીનટ બટર પણ શરીર માટે મદદરૂપ છે આપણે સૌ જાણીએ છિએ કે ફળો કુદરત ની અમૂલ્ય ભેટ છે. તેમાં રહેલા વિવિધ પોશક તત્વો શરીરને ઘણા ફાયદા કારક ગણાય છે. જણાવી દઈએ કે 100 ગ્રામ કેળામાં લગભગ 89 કેલરી હોય છે આમ 2 કેળા તથા 150 મિલી દૂધ અને 2 ચમચી પીનટ બટર ઉમેરીને શેક બનાવી શકાય છે.  આ શેકની કેલરી લગભગ 400 હશે, કે જે શરીર ના વજન વધારવા માં મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *