ગ્રીષ્માં ની હત્યા પછી પોલીસ તંત્ર પર ઉઠેલા સવાલના જવાબમાં અજય તોમર જે નિવેદન આપ્યું તેના કારણે! તેમણે કહ્યું કે મારા અધિકારી ચાંદ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યની સ્થિતિ ધણી જ ગરમાઈ ગઈ છે એક પછી એક જે રીતે હત્યા ના બનાવો સામે આવ્યા છે તેના કારણે લોકો ડઘાઈ ગયા છે લોકો શોક ની સાથો સાથ ગુસ્સાની પણ ભાવના છે. તેવામાં સૌથી પહેલા જે રીતે વિધર્મી લોકોએ એક સોશ્યલ મીડિયા પોસ્ટ ને લઈને કિશન ભરવાડ નામના યુવકની દગાથી હત્યા કરી તેના કારણે જ્યાં લોકોમાં રોષ હતો તેવામાં સુરતમાં જે ઘટના બની તેના કારણે આખું રાજ્ય અચમચી ગયું છે.
આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા સુરતના પાસોદરામાં રહેતી ગ્રીષ્માં નામની યુવતીને ફેનિલ નામનો એક તરફી પ્રેમમાં પાગલ યુવક પરેશાન કરતો હતો તેવામાં એક દિવસ ફેનિલ ગ્રીષ્માં ના ઘરે ગયો અને જાહેરમાં પરિવાર સામે જ ગ્રીષ્માં નું ગળું કાપીને હત્યા કરી હતી, આ ઘટનાને કારણે લોકોમાં ફેનિલ ને લઈને રોષ છે સાથો સાથ મહિલા સુરક્ષા ને લઈને ડર પણ છે. જેના કારણે હાલમાં આમ દિન પ્રતિ દિન હત્યાના અને અન્ય ગુનાહના જે બનાવો ઘટી રહ્યા છે તેના કારણે હવે રાજ્યનું પોલીસ તંત્ર સવાલો માં છે.
લોકોનું માનવું છે કે હવે અમાનવીય તત્વોને પોલીસ નો ડર નથી માટે જ તેઓ આરામથી હથિયાર લઈને જાહેરમાં ફરે છે અને લોકોના જીવ લેતા પણ ખચકાતા નથી આવા તમામ સવાલો વચ્ચે પોલીસ વિભાગના અધિકારી અજય તોમરે એક નિવેદન આપ્યું છે જે ચર્ચામાં છે. જણાવી દઈએ કે ગ્રીષ્મા ની હત્યા બાદ જયારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રમુખ કાનજી ભલાવાળા તેમના પરિવાર ને મળ્યા ગયા હતા.
તેમણે જણાવ્યું કે આવા હની ટ્રેપના ચક્કર માં ફક્ત યુવાનો જ ફસાઈ છે તેમ નથી પરંતુ ઘણા મોટી ઉંમરના લોકો પણ ફસાઈ જાય છે, વધુમાં તેમણે જણાવ્યું કે અમાનવીય તત્વો અને ગુનેગારો માં પોલીસ તંત્ર નો જે ડર હોવો જોઈએ તે ચૉક્કસ ઓછો થઇ ગયો છે. આ વાત નું સમર્થન કરતા ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ના પ્રવકતા ડો. દિપક રાજ્ય ગુરુએ કાન્જી ભાઈ ની વાત ને સાચી ઠરાવી અને પોતાના બાળપણ નો કિસ્સો જણાવ્યો.
તેમણે કહ્યું કે બાળપણ માં તેમના શિક્ષક દ્વારા તેમને લાકડી વડે ઘણો ડરાવવામાં આવતો અને અમુક ખોટા કામો પર મારવામાં પણ આવતો જેના ડરે ને કારણે કોઈ ની ખોટું કામ કરવાની તાકાત જ ના હતી હવે જરૂર છે કે શાળા માં અને કોલેજોમાં નૈતિક મૂલ્યના ક્લાસ શરુ થાય છે લાકડી કે બંધુક નહિ પરંતુ શિક્ષકોને ફક્ત એક લાફો મારવાની તો છૂટ હોવી જોઈએ જેથી 70 થી 80 ટકા સમસ્યા હલ થઇ જશે.
જો કે ગ્રીષ્મા હત્યા ને લઈને સુરત પોલીસ કમિશનર અજય તોમરે પણ પોલીસ તંત્ર પર ઉઠી રહેલા સવાલો નો જવાબ આપતા નિવેદન આપ્યું કે તેમના અધિકારીઓ આજ સમાજના છે કોઈ ચંદ્ર પરથી નથી આવ્યું જયારે પણ આવી ઘટના બને છે ત્યારે લોકો કહે છે કે સમાજમાં પોલીસ નો ખોફ રહ્યો નથી જે ખોટું છે. તો શું તમારે અંગ્રેજના સમયની પોલીસ જોઈએ છે? તેમણે વધુમાં જણાવ્યું કે લોકોમાં પોલીસનો ડર નહિ પરંતુ પોલીસ પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ.