ખેડૂતો માટે ચિંતાના સમચાર! દઝાડે તેવી ગરમીમા પણ ગુજરાત પર કાળા વાદળો આટલા વિસ્તારમાં થશે વરસાદ
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ્યાં એક તરફ શિયાળો હળવી ગતિએ વિદાઈ લઇ રહ્યો છે ત્યારે ગરમી નો પણ અનુભવ થઈ રહ્યો છે જેના કારણે દિવસ અને રાત્રી દરમિયાન બે ઋતુઓ નો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા થોડા સમયથી જાણે સૂરજ સોળે કળાએ ખીલ્યો હોઈ તેમ ગરમી માં વધારો જોવા મળી રહ્યો છે.
જો વાત કરીએ ચોમાસા અને શિયાળા અંગે તો આપણે સૌ જાણીએ છિએ કે આજ વખતે ઠન્ડીએ પોતાના જૂના રેકોર્ડ તોડ્યા અને લોકોને બરાબર ઠરાવી મૂક્યા જ્યારે વાત વરસાદ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે આજ વખતે પહેલાથી જ આખા દેશમાં વરસાદ સારો રહ્યો જેના કારણે દેશ પરથી જાણે જળ સંકટ દૂર થયો હોઈ તેવું લાગ્યું.
પરંતુ શિયાળા ના સમયમાં પણ ઘણી વખત કમોસ્મિ વરસાદ જોવા મળ્યો આવો જ હાલ આવનાર સમય એટલે કે ઉનાળામાં પણ રહેશે જેને લઈને હવામાન વિભાગ દ્વારા કમોસ્મિ વરસાદ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
જણાવી દઈએ કે હાલમાં જ ડાંગના સાપુતારામાં ઉપરાંત માલેગાંવ, બારીપાડા, અને દબાસમાં પણ વરસાદ નોંધાયો હતો. જો વાત આવનાર સમય માં વરસાદ અંગે કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા બે દિવસ માટે કમોસમી વરસાદની સંભાવના છે. જો વાત કયા વિસ્તાર મા વરસાદ જોવા મળશે તે અંગે કરીએ તો.
ડાંગ, નવસારી અને વલસાડ, છોટા ઉદેપુર ઉપરાંત પંચમહાલ, દાહોદ અને નર્મદામાં કમોસ્મિ વરસાદ ની સંભાવના સાથે ૩૦-૪૦ કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે. આ ઉપરાંત આવતી ૯ અને ૧૦ માર્ચમા દક્ષિણ ગુજરાત ના અમુક વિસ્તારો એટલે કે દાહોદ, તાપી અને ડાંગ ઉપરાંત છોટા ઉદેપુરમાં વરસાદ ની આશંકા છે. જો કે આ વરસાદ ને લઈને ખેડૂતો માં ચિંતા છે કારણ કે વરસાદના લીધે ડુંગળી, કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે.