માંગરોળમાં ઢોર ચરાવા ગયેલ 10 વર્ષીય માસુમ સાથે એવી ઘટના બની કે જાણી તમે પણ રડી પડશો! આખું ગામ શોકમાં…
હાલમાં જ એક કાળજું કંપાવી દે એવો બનાવ સામે આવ્યો છે, આ બનાવ ખરેખર ખુબ જ દુઃખદ અને ચોકાવનાર અને વાલીઓ માટે ચેતવણી સમાન છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, માંગરોળ તાલુકાના આંકળોદ ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો અને આ કારણે બાળક એ જીવ ગુમાવ્યો. આ ઘટના કઈ રિતે બની તે અંગે વધુ વિગતવાર જાણીએ. ખરેખર દરેક માતા પિતામાટે લાલબત્તી સમાન કિસ્સો છે
મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, 10 વર્ષનો સતીશ વસાવા સવારના સમયે શાળામાં રજા હોવાથી તે પોતાના ઢોર લઇ ઘર નજીક આવેલા ખેતરાડી માં ચરાવા માટે ગયો હતો.અચાનક જ શેરડીના ખેતરમાંથી દીપડાએ આવીને બાળક સતીશ વસાવાને દબોચી લીધો હતો. બાળકને લઈ દીપડો ખેતરમાં જતો રહ્યો હતો. અન્ય બાળકોએ બૂમાબૂમ કરી મૂકતા ગ્રામજનો આવી જતા દીપડો બાળક સતીશ વસાવાને ઝાડીમાં નાખી ભાગી ગયો હતો.
બાળક પર હુમલા બાદ પણ દીપડો ત્યાજ આંટા ફેરા મારતો પણ એક મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો. ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મોટા ભાગે દીપડા માનવનો શિકાર કરતા હોતા નથી, પરંતુ બાળક બેસીને અથવા તો વાંકા વળી ને કંઈક કરી રહ્યો હશે જેથી દીપડાએ બાળકને કોઈ જાનવર હોવાનું સમજી હુમલો કર્યો હોવાનું અનુમાન છે.
આ ઘટના દ્વારા વન વિભાગ દ્વારા સહાય કરવામાં આવે છે તેવી માંગ ઉઠી છે, આ ઘટનાને લઇ ગામમાં હાલ શોકનો માહોલ છે. અને તાત્કાલિક જ દીપડાને પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે, ખરેખર આ બનાવ ખુબ જ ભયાનક કહેવાય કારણ કે આ રીતે જો બાળકો એકલા જાય તો કોઈપણ આવી જોખમી ઘટના ઘટી શકે છે, આ બનાવના પગલે પરિવાર શોકમગ્ન બન્યો છે, ઈશ્વરને પ્રાથૅના કરીએ કે બાળકની આત્માને શાંતિ મળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!