Gujarat

15-વર્ષીય બાળક ની કહાની જાણી ને ઉડી જશે હોંશ. નાની ઉમર માં એવું કામ કરે છે કે…

Spread the love

કેટલાક બાળકો એવા હોય છે કે જે નાનપણ થી જ પોતાના માં કઈ ને કઈ આવડત ધરાવતા હોય છે. એવી જ એક કહાની છે 15-વર્ષીય ક્રિશ પગી નામના બાળક ની આ બાળક ની કલાકારી એવી કે મોટા મોટા કલાકારો ને પણ પાછા પાડી દે. 15-વર્ષીય ક્રિશ રાજુભાઈ પગી મહીસાગર જિલ્લા ના લુણાવાડા શહેર ના ટેકરી ફળીયા વિસ્તાર માં રહે છે. ક્રિશ અત્યારે ધોરણ 10-માં અભ્યાસ કરે છે. માત્ર 15-વર્ષ માં કોઈ પણ જાતના બીબા વગર માટી માંથી દરેક ભગવાન ની એવી સુંદર મૂર્તિ બનાવે છે કે જોઈ ને ચકિત રહી જશે. તે અલગ અલગ ભગવાન કૃષ્ણ ભગવાન,મહાદેવ, અંબે માતા, ખોડિયાર માતા, ગણપતિ દાદા અને દશામાંની અને વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવે છે.

15-વર્ષ નો ક્રિશ ધોરણ 10-માં અભ્યાસ કરતો હોવાથી તે જયારે શાળા એ થી ઘરે આવે છે ત્યારે ના ફ્રી સમય માં માટી માંથી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે. અને રાજા નો દિવસ હોય ત્યારે પણ તે આ કામ કરે છે. ક્રિશ જાતે જ કાળી માટી લઈયાવે છે અને કોઈ પણ બીબા વગર પોતાના હાથ ની આંગળીઓ વડે જોતજોતા માં મૂર્તિઓ બનાવી આપે છે. ક્રિશ ના પિતા જણાવે છે કે, તેને નાનપણ થી જ આનો શોખ હતો. પહેલા તે નોટબુક માં ચિત્રો દોરતો હતો. બાદ તે નાનપણ માં માટી માંથી જુદી જુદી વસ્તુઓ બનાવતો હતો.

ક્રિશ પગી કહે છે કે હાલ માં દશા માં નું વ્રત ચાલુ થયું હોવાથી તેને દશા માં ની મૂર્તિઓ બનાવવા ના ઘણા ઓર્ડર મળી ચુક્યા છે. તેની મૂર્તિઓ લોકો ને ખુબ જ પસંદ આવતી હોય છે. તેણે દશા માં ના વ્રત નિમિતે દશામાં ની મૂર્તિઓ બનાવી છે. હવે આગળ ગણપતિ બાપા નો ઉત્સવ આવવાનો છે તો ક્રિશ ને અત્યાર થી જ ગણપતિ બાપા ની મૂર્તિઓ બનાવવાના ઓર્ડર મળી ચુક્યા છે.

ક્રિશ જાતે કન્કા તળાવે જાય છે અને ત્યાંથી કાળી માટી લઇ આવે છે. માટી ને પાણી માં પલાળીને ગુંદી ને તૈયાર કરે છે. અને ત્યારબાદ કલાત્મક મૂર્તિઓ બનાવે છે. સુંદર ઘાટ આપ્યા બાદ જાતે જ મૂર્તિઓ માં રંગો પણ પુરી નાખે છે. જોતજોતા માં ભગવાન ના આબેહૂબ દર્શન થતા જોવા મળે છે. ક્રિશ ની મૂર્તિઓ માટી વાળી ઇકોફ્રેન્ડલી જ હોય છે જેથી પર્યાવરણ ને કોઈ નુકશાન ના થાય. આ બાળક ની કળા અદભુત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *