India

PUBG ગેમ બની મોત નું કારણ, 16-વર્ષ ના પુત્ર એ ગેમ રમવા બાબતે તેની જ માતાની હત્યા કરી નાખી…

Spread the love

ભારત માં ખૂન કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને લોકો નાની વાતો માં એકબીજા નું ખૂન કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના લખનઉ ની સામે આવી છે. જેમાં એક 16 વર્ષ ના પુત્ર એ તેની માતા નું ખૂન કરી નાખ્યું છે. ખૂન નું કારણ જાણી ને તમે પણ હચમચી જશે. માતા એ તેના પુત્ર ને PUBG ગેમ રમવાની ના પાડતા પુત્ર એ માતા ને બંદૂક ની ગોળીઓ મારી ને હત્યા કરી નાખી હતી.

વધુમાં જાણવા મળ્યું કે, લખનઉ ની એલ્ડિકો કોલોની માં એક ફ્લેટ માં રહેતા એક પરિવાર માં માતા, પુત્ર અને પુત્રી રહેતા હતા. અને પિતા ભારતીય સેનામાં ઓફિસર છે. તેમની પોસ્ટ હાલમાં કોલકાતા માં છે. જાણવા મળ્યું કે, પુત્ર ને PUBG ગેમ રમવાનો ખુબ જ શોખ હતો. આથી માતા તેને ટોક ટોક કરતા હતા. આ દરમિયાન 5-જૂન ના રવિવાર ના રોજ માતા એ તેના તેના પુત્ર ને PUBG ગેમ રમવાની ના પાડી હતી.

આ સમયે બાળક ને ગમ્યું નહીં. અને બાળકે તેની 40 વર્ષીય માતા સાધના નું પોતાના પિતાની લાયસન્સ વાળી બંદૂક વડે માતા ને એકસાથે 6-ગોળીઓ મારી દીધી અને માતા ને મોત ને ઘાટ ઉતારી દીધી. આ બાદ પુત્ર એ માતા ની લાશ ને એક રૂમ માં મૂકી દીધી અને તેની 10-વર્ષ ની બહેન ને પણ એક બીજા રૂમ માં પુરી દીધી હતી. ત્યારબાદ પોતાના મિત્રો ને ઘરે બોલાવી ને કુકરે ફિલ્મ જોઈ.

મિત્રો એ માતા વિષે પૂછ્યું તો તેને કહ્યું કે, તેની માતા તેના કાકી ના ઘરે ગયા છે. અને પોતાની માટે ઓનલાઇન ફૂડ નો ઓર્ડર કરી દીધો. આવી રીતે તેણૅ તેના માતા ની લાશ ને 3-દિવસ સુધી રૂમ માં રાખી. બાદ માં લાશ સડતા તેમાંથી દુર્ગંધ આવવા લાગી. બાદ માં પુત્ર એ તેના પિતા ને બોલાવ્યા અને પિતા એ આ બાબત ની જાણ પોલીસ ને કરી હતી.

શરૂઆત માં તો પુત્ર એ એમ કહ્યું કે, તેની માતા નું ખૂન એક ઇલેક્ટ્રિશિયને કર્યું છે. પરંતુ વધુ તપાસ કરતા સાચી વિગત બહાર આવી હતી. હાલમાં માં પુત્ર પોલીસ કસ્ટીડીમાં છે. આમ એક PUBG ગેમ માટે પુત્ર એ જ તેના માતા ની હત્યા કરી નાખી. અને પુત્ર જ માતા નો ખૂની બની ગયો. ખરેખર આ આજના સમય માં દરેક માતા-પિતા એ આની નોંધ લેવા જેવી છે. પોતાના બાળક ને ઓછામાં ઓછો ફોન નો ઉપયોગ કરવા દેવો જોઈ એ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *