Gujarat

બનાસકાંઠામાં ખેતરમાં કામ કરતા અચાનક જ 20 વર્ષીય યુવતી ઢળી પડી, સારવાર અર્થે લઇ ગયા ત્યાંતો થઇ ગયું નિધન..આ કારણે થયું મૃત્યુ

Spread the love

મિત્રો હાલના સમયમાં તમે જાણો જ છો કે આખા ગુજરાત રાજ્યમાંથી હાર્ટઅટેકની અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિના હોશ જ ઉડી જતા હોય છે, રાજ્યમાં હાલ આ ઘટના સામાન્ય બની ચુકી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રોજબરોજના અનેક લોકો હાર્ટઅટેકને લીધે મૃત્યુ પામી રહ્યા છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવી જ ઘટના લઈને આવ્યા છીએ જેના વિશે જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે.

બનાસકાંઠાના પાલનપુર માંથી આ ઘટના સામે આવી છે જ્યા 20 વર્ષીય યુવતી જયારે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે જ તેની સાથે એવી ઘટના બની કે પળભરમાં જ યુવતીનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ 20 વર્ષીય યુવતીનું નામ ભૂમિકા મોર હોવાનું હાલ સામે આવ્યું છે. ઘટના અંગે જાણવા મળ્યું છે કે ભૂમિકા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક જ તે ખેડરમા ઢળી પડી હતી જે બાદ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સારવાર અર્થે ખસેડતા ભૂમિકાનું ગણતરીના સમયમાં મૃત્યુ થતા આસપાસના વિસ્તારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે મૃતક ભૂમિકાના પરિવારજનોની આંખોમાં દુઃખના આંસુ આવી ગયા હતા કારણ કે આટલી નાની ઉંમરમાં ઘરની દીકરીનું આવી રીતે મૃત્યુ થવું ખરેખર એક ખુબ જ દુઃખદ ઘટના કહી શકાય, આ ઘટનાને લઈને હાલ તમામ પરિવારજનો ભારે સદમાંમાં છે.

ફક્ત બનાસકાંઠાની જ નહીં પરંતુ આવી સ્થિતિ રાજ્યના તમામ શહેરો તથા ગામોની બની ગઈ છે કારણ કે રોજબરોજના આવા અનેક બનાવો હાલ સામે આવી જ રહયા છે, આવી હાર્ટઅટેકની ઘટનાને લઈને જ સરકારમાં પણ ભયનો માહોલ છે કે આવું ક્યારે અટકશે. આવી ઘટનાઓ વધતા લોકો અલગ અલગ તારણો કાઢી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *