બે પિતરાઈ ભાઈઓ ની એકસાથે અર્થી ઉઠતા ગામમાં ગમગીન માહોલ સર્જાયો ! મૃત્યુ નું કારણ હતું કે…
રાજસ્થાન ના અલવર જિલ્લા ના કૈમલા ગામ થી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં બે પિતરાઈ ભાઈઓ ના પાણી ની ટાંકી માં ડૂબી જવાથી મૃત્યુ થઇ ચુક્યા છે. બંને પિતરાઈ ભાઈ ગામ ના સ્મશાન ની પાસે ની એક ટાંકી માં ન્હાવા પડ્યા હતા. વધુ માં જાણકારી મળી હતી કે, એક ભાઈ ને ડૂબતા જોઈ ને બીજા ભાઈ એ તેને બચાવવા પાણી ની ટાંકી માં છલાંગ લગાવી.
અને બંને પાણી ની ટાંકી માં ડૂબી ને મૃત્યુ પામ્યા હતા. પરિવાર ના લોકો ને આ વાત ની જાણ આશરે પાંચ કલાક પછી થઇ હતી. મરનાર છોકરા ના નામ સાગર (15-વર્ષ) અને નીતિન (16-વર્ષ) છે. જે સોમવાર ના રોજ પોતાના ઘરે થી સાથે નીકળ્યા હતા. ગ્રામ લોકો ની જાણકારી મુજબ પહેલા સાગર ટાંકી માં ઉતર્યો હતો અને ત્યારબાદ નીતિને તેને બચાવવા છલાંગ લગાવી હતી.
મૃતક છોકરા ની લાશો ને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. ત્યારબાદ મંગળવારે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વધુ જાણકારી મળી કે, મરનાર સાગર અને નીતિન ના પિતા મજૂરી નું કામ કરે છે. સાગર 11 માં ધોરણ માં અને નીતિન 12 માં ધોરણ માં અભ્યાસ કરતો હતો. બંને ભાઈઓ ના મૃત્યુ થતા પરિવાર માં ભારે દુઃખ નો માહોલ સર્જાયો હતો.
માતા-પિતા એ બંને બાળકો ને ખોય બેસતા ખુબ જ દુઃખ માં ગરકાવ જોવા મળ્યા હતા. આખા ગામ માં માતમ છવાય ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!