હૃદય કંપાવતી ઘટના ! પાલીતાણા દર્શન કરવા ગયેલ જૈન પરિવાર ની યાત્રા બની જીવન ની અંતિમયાત્રા એકસાથે પાંચ સભ્યો ના,
રોજબરોજ ગુજરાતમાંથી અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ખાસ કરીને અમદાવાદ ભાવનગર હાઈવે પર આવેલ વિસ્તારમાં ઘણા બધા અકસ્માત થતા હોય છે અને ઘણા લોકો મોત ને ભેટતા હોય છે. એવો જ એક અકસ્માત સોમવારે રાત્રે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં જૈન પરિવારના પતિ, પત્ની, પુત્ર, સાસુ અને સાળો એક સાથે મોતને ભેટ્યા હતા.
આ અકસ્માતમાં ભિન્ન માલના મોરસીમ ગામના જૈન પરિવારના પાંચ સભ્યો પાલીતાણા મંદિર ગુરુના દર્શન અર્થે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. એ સમયે સોમવાર રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને કાર ધડાકા ભેર અથડાયા બાદ મહાવીર જૈન 40 વર્ષ, પત્ની રમીલા 31 વર્ષ, પુત્ર જૈનમ નવ વર્ષ, સાસુ પુષ્પા દેવી 60 વર્ષ, સાળો નરેશ જૈન 32 વર્ષ એક સાથે મોતને ભેટીયા હતા.
આ અકસ્માત અમદાવાદ ભાવનગર હાઈવે ના રુટ અધેલાઈ નજીક થયો હતો. જ્યાં બે કાબુ ટ્રકે કારને ટક્કર મારી હતી. જે બાદ તમામના મૃતદેહો મંગળવારે તેમના ગામ મોરસીમ લાવવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આખા ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દુકાનો અને સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી તો અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયુ હતું અને કોઈના ઘરે ચૂલો પણ પ્રગટાવવામાં આવ્યો ન હતો.
આખું ગામ હિબકે ચડ્યું હતું. આ બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે એ શોક વ્યક્ત કર્યો હતો. જાણવા મળ્યું કે મહાવીર જૈન કે જે અમદાવાદમાં મેટલનો વ્યવસાય કરતા હતા. આખો પરિવાર અમદાવાદના વિરાટનગરમાં રહેતો હતો તેમનો સાળો મુંબઈમાં સોના ચાંદીનો ધંધો કરતો હતો. આખા પરિવાર એ પાલીતાણા દર્શન કરવા કાર્યક્રમ બનાવ્યો હતો પરંતુ આ યાત્રા તેમની અંતિમયાત્રા બની ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!