India

જે ટ્રેન માં પગ મુકવાની જગ્યા નથી ત્યાં મહિલાઓ વચ્ચે થઇ છુટ્ટા હાથ ની મારામારી વાળ પકડી-પકડી ને, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક ઘટનાઓ મારામારીની સામે આવતી હોય છે. ક્યારેક આપણે રોડ રસ્તા ઉપર બે લોકો અથવા તો બે વ્યક્તિઓના જૂથોને લડતા ઝઘડતા જોયા હશે. ક્યારેક ક્યારેક તો બસમાં પણ આવી લડાઈ જોઈ હશે પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુંબઈમાં ચાલી રહેલી લોકલ ટ્રેનમાં આવેલ લેડીસના કોચમાં બે નહીં પરંતુ ત્રણ મહિલાઓ એવી ઝઘડો કરવા લાગી કે,,

જેના બાદ ત્યાં ઉભેલા અન્ય પેસેન્જરો પણ કહેવા લાગ્યા બસ આંટી બસ. વીડિયોમાં જોઈ શકાય છે તેમ અચાનક ત્રણ મહિલાઓ એકબીજા ઉપર તૂટી પડે છે અને એકબીજાના વાળ ખેંચવા લાગે છે. વાળ ખેંચીને એકબીજાને ટ્રેનના ડબ્બામાં ઢસડતી જોવા મળે છે. તો ક્યારેક તમાચા નો વરસાદ કરતી જોવા મળે છે. લોકલ ટ્રેનમાં ભીડ પણ એટલી બધી હોય છે કે લોકો હલી પણ શકતા હોતા નથી.

એવામાં આ લડાઈ નો વિડીયો સામે આવતા લોકો જોઈને આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોમાં મજાક પણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોમાં યુવતીઓને મારામારી ની ઘટના બાબતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મહિલાઓ એટલી બધી ગુસ્સામાં જોવા મળે છે કે તે કોઈનું પણ સાંભળવા માંગતી નથી બસ એકબીજાને માર મારવામાં જ ખૂબ જ વ્યસ્ત થઈ ગયેલી જોવા મળે છે.

કેટલાક લોકો આ વીડિયોની ઘોર નિંદા કરી રહ્યા છે. આમ આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે. આ વીડિયોને રોડ્સ ઓફ મુંબઈના ટ્વીટર હેન્ડલ એકાઉન્ટના પેજ ઉપર શેર કરવામાં આવી રહ્યો છે. હજારો લોકો એ આ વિડીયો ને જોઈ લીધો છે અને ખુબ જ મનોરંજન મેળવી રહયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *