ભારતમાં હિંદુઓ સાથે ભેદ ભાવ ક્યાં સુધી? વિધર્મિ વ્યક્તિએ પહેલા શિવાજી મહારાજ પર કરી ગંદી કોમેન્ટ પછી ગણેશજીના ફોટા સાથે જે કર્યું
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિંદુ ધર્મ વિશ્વ નો સૌથી જૂનો ધર્મ છે હિંદુઓ ઘણી જ શાંત પ્રકૃતિ વાળા અને વિશ્વ અને તમામ લોકોના હિત વિશે વિચાર કરનાર છે. જેના કારણે તેઓ આખા વિશ્વનો વિકાસ થાય અને સૌ સુખી રહે તેવી કામના કરે છે. અને આખા વિશ્વને એક પરિવાર તરીકે માને છે.
પરંતુ જાણે લોકો હિંદુઓ ના આવા ઉદાર સ્વાભાવ ને તેમની નબળાઈ સમજી બેઠા છે અને આખા વિશ્વના અમુક દેશો માં જે રીતે હિંદુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે જે હિંદુઓ ની સહન શક્તિ દર્શાવે છે. વર્ષો ના ઉતપિડન થયા બાદ પણ આજે પણ હિંદુ ઘણો શાંત અને સહનશિલ છે. તેવામાં અમુક વિધર્મિ લોકો દ્વારા વારંવાર હિંદુઓ ની આસ્થા પર વાર કરવામાં આવી રહ્યો છે જેના અનેક ઉદાહરણ આપણી સામે છે.
પહેલા જ્યાં એક ધાર્મિક પોસ્ટ ને લઈને વિધર્મિ લોકો દ્વારા જેહાદ ના ઇરાદે અમદાવાદ ના ધંધુકા માં કિશન ભરવાડ ની હત્યા કરવામાં આવી હતી અને આ ઘટના ને થોડો સમય પણ નથી થયો તેવામાં ફરી એક વખત વિધર્મિ લોકો દ્વારા હિંદુ આસ્થા પર વાર કરવામાં આવ્યો છે કે જ્યાં એક જેહાદિ માનસિકતા વાળા વ્યક્તિએ પહેલા શિવાજી મહારાજ અને પછી ગણેશજી નું અપમાન કર્યું હતું.
આ બનાવ ગુજરાત ના રાજકોટના મુંજકા નજીક આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી નગર આવાસ યોજના નો છે કે જ્યાં આ આવાસ યોજના ના લોકો દ્વારા એક્ સોશિયલ મીડિયા ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા દેશ શિવાજી મહારાજ ની જયંતિ ઘણી ધૂમ ધામ થી ઉજવ્વામા આવી હતી તેવામાં શિવાજી મહારાજની જયંતી નિમિતેઆ ગ્રૂપમાં મૂકાયેલી પોસ્ટે વિવાદ સર્જ્યો છે.
જણાવી દઈએ કે આજ આવાસ યોજનામાં રેહતા વકીલે ધાર્મિક લાગણી દુભાય તેવી ગ્રુપમાં શિવાજી મહારાજની ગંદી કોમેન્ટ કરી હતી. જો કે આ બાબત ને લઈને અન્ય દ્વારા તે વિધર્મિ વકીલ ને સમજાવવા જતા તે જેહાદિ માનસિકતા વાળો વકીલ છરા સાથે આવાસ યોજના ક્વાટર્સમાં આંતક મચાવી એક ફ્લેટના દરવાજાના ગણપતિ ભગવાનના તોરણને છરીથી તોડી નાંખી નુકસાન કરી ધમકી આપી હતી. તેમજ પોલીસને પણ માર માર્યો હતો.
શિવાજી મહારાજ પર ગંદી કમેન્ટ કરતા વ્યકતિ ને સમજાવવા માટે આ જ આવાસ ના જ્યોતિબાએ સોહીલ ને ફોન કર્યો અને આવી કોમેન્ટ બીજી વખત ના કરવા જણાવ્યું ત્યારે સોહિલે કહ્યું કે હજુ કોમેન્ટ કરીશ અને તમે ગ્રુપમાંથી રિમૂવ થઇ જાવ અને અહીંયા પાકિસ્તાન થઈ ગયું છે તેવો વાણી વિલાસ કયો હતો. જે બાદ આવાસ ના રહેવાસી લોકો ની બેઠક થઈ અને આ ઘટના ને લઈને કોઈ નિર્ણય લેવાની વાત થઈ.
તેવામાં જ્યારે એક દિવસ જ્યોતિબા એક સંબંધીને ત્યાં ઘરે ગયા ત્યારે આવાસ માં રહેતા માલતીબેન બાગનભાઈનો જ્યોતિબા ને કર્યો અને કહ્યું કે, સોહિલ તેમના ફ્લેટની સામેના ફ્લેટ નં.1003ની પાસે હાથમાં છરો લઇને આવ્યો છે અને મોટા અવાજે રાડો પાડી ગાળો બોલતા સમયે ફ્લેટના દરવાજા ઉપરના ભાગે ગણપતિ ભગવાનની ફોટો વાળી ફ્રેમ નીચે પાડી નુકસાન પહોંચાડ્યું છે.
જે ઘટના બાદ આવાસ ના લોકો દ્વારા આ જેહાદિ માનસિકતા વાળા વકિલ ને પોલીસ ને પકડાવી દીધો ત્યારે જાણવા મળ્યું કે આ વ્યક્તિ નિયમિત પાકિસ્તાની ધર્મ ગુરૂઓના વિડીયો જોતો હતો અને કોઈના દ્વારા સોહીલ નું બ્રેનવોશ કરી દેવામાં આવ્યું છે. કટ્ટર માનસિકતા ધરાવતા સોહિલની સામે તપાસ કરવામાં આવે છે અને તે કોઈ સંગઠન કે વ્યક્તિના પ્રભાવમાં કે સંપર્કમાં છે કે કેમ તેની તપાસ હાથ ધરાશે. હાલ બે અલગ અલગ ગુનાઓના આધારે સોહેલ વિરુધ્ધ કાર્યવાહી થશે.