India

હાર્ટ એટેક થી મોત નો લાઈવ વિડીયો આવ્યો સામે માત્ર સેકંડો માં જ વ્યક્તિ મોત ને ભેટ્યા,,જુઓ વિડીયો.

Spread the love

લોકોને ક્યારે અને કયા સમયે મૃત્યુ સામે આવી જાય તે કહી જ ના શકાય. એવી જ એક ઘટના હાલ ઉત્તર પ્રદેશથી સામે આવી છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિ નું અચાનક મૃત્યુ થઈ ગયું હતું અને તેનો વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાંથી ખ્યાલ આવ્યો કે લગ્ન પ્રસંગમાં એક પરિવારના કેટલાક સભ્યો ડાન્સ કરી રહ્યા હતા. તો તેમાં અચાનક એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો.

જે બાદ તે વ્યક્તિ નીચે જમીન ઉપર પડી ગયો હતો અને તેનું મોતની નીપજી ગયું હતું. આ વ્યક્તિનું નામ મનોજ વિશ્વકર્મા જાણવા મળ્યું છે. જેવો તેમના પરિવારના સભ્યોની સાથે લગ્ન પ્રસંગમાં સહભાગી થવા આવ્યા હતા. 40 વર્ષના મનોજ વિશ્વકર્મા ઓગદનાથ ટાકિયા વિસ્તારમાં બેન્ડ વાજા પર ડાન્સ કરી રહ્યા હતા. જેમાં લગ્ન પ્રસંગમાં ખૂબ ખુશીનું વાતાવરણ હતું અને લોકો મન મૂકીને ડાન્સ કરી રહ્યા હતા. પરંતુ આ લગ્નનો પ્રસંગ અચાનક માતમમાં ફેરવાઈ ગયો.

ડાન્સ કરતી વખતે મનોજભાઈને અચાનક ચક્કર આવવા લાગ્યા અને થોડી જ સેકન્ડોમાં તે નીચે જમીન ઉપર પડી ગયા હતા. તે અચાનક ડગમગવા લાગે છે અને પોતાના શરીરને પણ સંભાળી શકતા હોતા નથી. મનોજભાઈ જેવા જમીન ઉપર પડ્યા કે પરિવારના સભ્યો તેની પાસે દોડી આવ્યા હતા અને કેટલીક મહિલાઓ પણ ત્યાં ડાન્સ કરી રહી હતી. મનોજભાઈ ને પડતા જોઈને પરિવારના સભ્યો ચીસો પાડવા લાગ્યા હતા. જે બાદ તેને ત્યાંથી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

પરંતુ મનોજભાઈનું હોસ્પિટલ પહોંચતા ની સાથે મોત થઈ ચૂક્યું હતું અને ડોક્ટરોએ આ મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહ્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવો ડરામણો વિડીયો લોકો જોઈને ડરી જતા હોય છે. લોકો મનોજભાઈ પ્રત્યે સંવેદના દર્શાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોની હજારો લોકોએ જોઈ લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *