એક વિવાહ એસા ભી ! 27 વર્ષની છોકરીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા અને એ પણ તમામ વિધિ વિધાન સાથે…. જુવો લાજવાબ તસવીરો
ઝાંસી માં રહેનારી 27 વર્ષની ગોલડી રાયકવાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ની સાથે લગ્ન કરવાના કારણે ચર્ચામાં જોવા મળી આવી છે. આ લગ્ન સમારોહ દરમિયાન કાયદેસર ભગવાન શિવ ના શિવલિંગ ની સાથે રથ પર સવાર થઈને જાન નીકળી હતી. આ સાથે જ વરમાલા પણ પહેરાવી હતી, આ સમારોહમાં આવેલ લોકોને ભોજ્ન પણ કરવવામાં આવ્યું હતું. વાસ્તવમાં અમે જે વાત કરી રહ્યા છીએ તે અનોખા લગ્ન ઝાંસી ના બડાગાવ ગેટ ની બહાર આવેલ બ્રહ્મકુમારી આશ્રમ માનો છે.
શહેર ની અન્નપૂર્ણા કોલોની ની નિવાસી અને બબીના માં ઉપડાકપાલ બલરામ રાયકવાર ની દીકરી ગોલડી રાયકવાર કે જે 27 વર્ષ ની ઉમર ધરાવે છે અને બીકોમ પાસ છે . તેને મધ્યપ્રદેશ ના ઈન્દોર માં રહીને બ્રહ્મકુમારી છાત્રાવાસ માં રહીને આધુનિક શિક્ષા ની સાથે સાઠવે આધ્યાત્મિક શિક્ષા પણ મેળવી હતી જેના બાદ તે ઝાંસી પરત આવી હતી અને બડાગાવ માં બનેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિધ્યાલય માં ઈશ્વર ની સેવા કરવામાં લાગી ગઈ હતી. ગોલડી રાયકવાર એ જણાવ્યુ કે જે રીતે મીરાબાઈ એ ભગવાન શ્રીકૃષ્ન ને પોતાના પતિ માન્યા હતા.
બસ એવી જ રીતે હું પણ ભગવાન શિવ સાથે લગ્ન કરવાનો વિચાર મને નાનપણ થી જ હતો. મને બહુ જ આનંદ થઈ રહ્યો છે કે મે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા છે અને તેમણે મારા સાજન બનાવ્યા છે જે હમેસા મારો સાથ આપશે. તેમણે બે દિવસ પહેલા ભગવાન શિવ સાથે લગ્ન કરવાનો નિર્ણય બ્રહ્મકુમારિ આશ્રમ ની બહેનો ને જણાવ્યો અને પછી દરેક ની સહમતી થી આ ભાવિ અનોખા લગ્ન સમારોહ ની તૈયારી શરૂ કરી દીધી હતી.
આના માટે કાયદેસર નિમંત્રણ પત્ર પણ લખવામાં આવ્યા હતા અને જાન પણ નીકળી હતી. મહેમાનો ને ભોજન પણ કરવામાં આવ્યું હતું. રવિવાર રાતે બડાગાવ ગેટ ની બહાર આવેલ વિવાહઘર માં લગ્ન સમારોહ આયોજવામાં આવ્યો હતો. ભગવાન ના શિવલિંગ સ્વરૂપ પર સહેરો બાંધીને જાન ના રૂપમાં રથમાં લાવવામાં આવ્યો હતો અને મહિલાઓ એ દ્વારાચાર ની પણ રસમો કરી હતી જેના બાદ સામાન્ય લગ્ન ની જેમ જયમાલા નો કાર્યક્રમ અને સાત ફેરા પણ ફરવામાં આયા હતા.