સુરતમાં ફક્ત 14 વર્ષની સગીરાએ એવી સામાન્ય વાતને લઈને જીવન ટુકવ્યું કે જાણી તમારા હોશ ઉડશે!! વાલીઓ ખાસ વાંચે…
જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે લોકો આપઘાત કરવાનું પગલું ભરી લે છે, ખરેખર આત્મહત્યા કરવી એ પાપ છે. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં એ દુઃખને સ્વીકારીને તેનો સામનો કરશો તો દુઃખ પણ જતું રહેશે. આપણે જાણીએ છે કે ગુજરાતમાં અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક કિશોરી એ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું.
આ બનાવ અંગે વિગતવાર માહિતિ જાણીએ કે આખરે ક્યાં કારણોસર યુવતીએ આત્મહત્યા કરી. મીડિયા દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર કામરેજ પરબગામ સ્થિત આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-8માં આવેલા એમ્બ્રોડરી ખાતાની ઉપર રહેતા અરુણદાસ માર્કેટિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમજ પત્ની પણ એમ્બ્રોડરી ખાતામાં સફાઇ કામદારનું કામ કરે છે.
તેમને સંતાનમાં એક 14 વર્ષની દીકરી છે. બનાવ એવો બન્યો કે
દીકરી એ પોતાની માતા પાસે મોબાઇલ ફોન માંગ્યો હતો. પરંતુ માતાએ મોબાઇલ ફોન ના આપતા તે ગુસ્સામાં ઉપર આવેલી રૂમમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. જ્યારે દીકરીએ બારણું ન ખોલ્યું તો બાજુમાં રહેતા અન્ય લોકો આવી ગયા હતા.
બાદમાં સીડી લઇને તપાસ કરતા દીકરી પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી હતી બાદમાં ત્યાં હાજર લોકો સીડી વાટે રૂમમાં પ્રવેશી દીકરીને હોસ્પિટલ લઇ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દુઃખદ ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.