Viral videoGujarat

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ શ્રાદ્ધ નાખવાની નવી રીત!! આ ભાઈની શ્રાદ્ધ નાખવાની સ્ટાઇલ જોઈ હસી હસી ગોટા વળી જશો…

Spread the love

હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, આપણા હિંદુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે,તેને શ્રાદ્ધ કહેવાય છે.વિક્રમ સંવત નાં ભાદરવા સુદ પુનમે થી આ પર્વની શરૂઆત થાય છે.જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે.શ્રાદ્ધ નાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણનાં દિવસો કહેવાય છે.આ દરમિયાન પિતૃઓને કાગવાસ નાખવામાં આવે છે.

હાલમાં જ એક વ્યક્તિનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઇ શકશો કે એક યુવક પોતાના પિતૃઓને કેવી રીતે કાગવાસ નાંખી રહ્યો છે. આ વીડિયો જોઈને કોઈપણ વ્યક્તિ આશ્ચયમાં મુકાઈ જાય કારણ કે રીતે આ યુવક કાગવાસ નાખી રહ્યો છે એ જોતાં એવું લાગે કે આ આ યુવક જાને પરાણે પિતૃઓને કાગવાસ નાખી રહ્યો છે

વીડિયોમાં તમે જોઈ શકશો કે આ યુવક નળીયા પર કાગવાસ એવી રીતે નાખી રહ્યો છે જાણે તે ફાસ્ટ બોલિંગ કરી રહ્યો હોય આ જોઈનર કોઈપણ વ્યક્તિને હસવું પણ આવે અને ડર પણ તેમજ આ જોઈને કાગડા પણ હિંમત ન કરે આ ભાઈનું કાગવાસ નાખેલ ખાવા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમજ આ વીડિયો અંગે અનેક લોકોએ હકારાત્મક અને નકારાત્મક રિવ્યુ આપ્યા છે પરંતુ ખરેખર આ એક ચોંકાવનારી ઘટના કહેવાય કારણ કે આ રીતે આપણી પરંપરા અને રીતિ રિવાજબે ઠેસ પહોંછે. આ વીડિયો જોઈને તમને આ વ્યક્તિ પર હસવું અને ગુસ્સો પણ આવશે.

 

View this post on Instagram

 

A post shared by BHAVNAGAR MEDIA (@bhavnagar_media_17)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *